અમરેલીમાં ‘તાઉ-તે’નો ભયંકર વિનાશ: દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા

તૌક્તે વાવાઝોડાએ અમેરલી જિલ્લામાં ભયંકર વિનાશ સર્જ્યો છે. સૌથી વધુ અસર રાજુલા પંથકમાં થઇ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. રાજુલાના તવક્કલનગરમાં મોડી રાત્રે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. પરિવારના મોભી અને સ્થાનિકોએ દરવાજો તોડીને ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું, જેમાં પતિ-પત્ની અને એક બાળકી બચાવી લેવાઈ હતી, જ્યારે એક બાળકીનું કરુણ મોત થયું છે. મૃતક બાળકીના દાદાએ કહ્યું હતું કે પોણા કલાકમાં ઘરમાં દોડાદોડી કરતી દીકરી જતી રહી છે.

રાત્રે સાડાબાર વાગ્યે છત પડીપોણા કલાકમાં લાડકવાયી દીકરી ને ગુમાવી
આ ઘટના ની વધુ જાણકારી મુજબ બાળકીના દાદાએ જણાવ્યું હતું કે રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ આ દુઃખદ ઘટના ઘટી છે. વરસાદ આવતો હતો એટલે મારો દીકરો, તેની વહુ અને બે દીકરીઓ અંદર હતાં અને અમે અહીં બહાર બેઠા હતા. ધીમો ધીમો વરસાદ આવતો હતો અને દીવાલ પડી હતી.

તેમના દીકરાએ બચાવો એવી બૂમો પાડી
મૃતક દીકરી ના દાદાએ જણાવ્યું હતું કે વરસાદ અને વાવાઝોડાને પગલે દીવાલ ધરાશાયી થતાં મારા દીકરાએ બૂમો પાડી હતી અને કહ્યું હતું કે અરે..બાપા મને બચાવી લો. દીકારાની બૂમ સાંભળતાં જ અમે દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હતા.

પોણા કલાક લાડકવાયી દીકરી એ બુમો પાડી હતી
દીકરી ના દાદાએ જણાવ્યું હતું કે અમે દરવાજો તોડીને અંદર પહોંચ્યા અને મારા દીકરા તેની વહુ અને દીકરીને બહાર કાઢી હતી. દીકરાને માથાના ભાગે અને તેની પત્નીને કમરના ભાગે ઇજા પહોંચી છે, જ્યારે મોટી દીકરી હેમખેમ છે, પરંતુ આ પોણા કલાકમાં અમે મારા દીકરાની નાની દીકરી અને ઘરની લાડકવાયી એ પોતાનો જીવ ગુમાવી દીધી છે.

અનેક વૃક્ષો ધરાશાયી
હવામાન વિભાગ ની જાણકારી અનુસાર સોમવારે રાતે વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાયું હતું. ઉના, વેરાવળ, જાફરાબાદ અને કોડિનાર જેવાં દરિયાકિનારનાં સ્થળોએ પવનોની ગતિ 130 કિમીની ઝડપને પહોંચી હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં, મોજાઓ 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં. જાફરાબાદમાં કિનારે લાંગરેલી બોટોને પણ તોફાને ચઢેલા દરિયાના પાણીના કારણે નુકસાન થયું હતું. પડી ગયેલાં વૃક્ષોને કારણે સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ જતાં મોડેમોડે સ્થળાંતર કરી રહેલા લોકો અધવચ્ચે ફસાયા હતા.

ગુજરાત માં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, 7 ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં એક હજાર ગામોમાં વીજપુરવઠો ખરડાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *