તમે એટીએમ મશીનમાં ચોરી કરતા ઘણા કિસ્સા સાંભળ્યા હશે અથવા જો વિડીઓ દ્વારા જોયા પણ હશે. ત્યારે આવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટના દરમિયાન શખ્સ એટીએમ મશીન પર ઇંટો મારતો જોવા મળી રહ્યો છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે. જેમાં એક વ્યક્તિ એટીએમ સેન્ટરની અંદર બપોરના સમયે પહોચે છે અને એટીએમ સેન્ટરની અંદર મુકેલા ત્રણ મશીનની આજુ બાજુ આમ તેમ ફેરા મારે છે. ત્યારબાદ આ વ્યક્તિ બહાર જઈને ઈંટ લઈને અનર આવે છે. ત્યાર બાદ આ શખ્સ ડીપોઝીટ મશીન પર ઈંટને પછાડવા લાગે છે અને નુકસાન પહોચાડે છે. કાળી ટોપી અને કાળું માસ્ક પહેરીને આવેલ આ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ચોરી કરવાના ઈરાદે આ વ્યક્તિએ આવું કાર્ય કર્યું કે કેમ તેની માહિતી ધરપકડ પછી જ બહાર આવશે.
અમદાવાદ શહેરમાં રહેતા અયાઝ ખાન મન્સૂરી મોતી બેકરી પાસે આવેલ બેન્ક ઑફ બરોડા બેંકમાં સીનિયર મેનેજર તરીકેની ફરજ બજાવે છે. આ બેંકના એટીએમ સેન્ટર પર એક સિક્યોરિટી ગાર્ડ મૌજુદ હોય છે. જે સિક્યોરિટી ગાર્ડ સવારથી સાંજ સુધી પોતાની ફરજ બજાવે છે. જયારે રવિવારના રોજ આ સિક્યોરિટી ગાર્ડનો અયાઝ ખાન પર ફોન આવ્યો અને જણાવ્યું કે તે જયારે નોકરી પર આવ્યો ત્યારે એટીએમ સેન્ટરની અંદર ડિપોઝીટ મશીનને કોઈએ નુકસાન પહોચાડ્યુ હોય તેમ જણાવ્યું હતું.
સિક્યોરિટી ગાર્ડ દ્વારા ત્યાં જઈને જોવામાં આવ્યું ત્યારે ડિપોઝિટ વિન્ડો અને મશીનના કાર્ડ રીડરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ એટીએમ મશીનમાં ક્રેડીટ ઓફિસરને બોલાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ એકટીવા લઈને આવતો હોવાનું દેખાયું હતું.
ત્યાર બાદ આ શખ્સ એટીએમ સેન્ટરમાં પ્રવેશે છે અને પછી અંદર રહેલા મશીનની આજુબાજુ આમ તેમ આટાફેરા મારીને બહાર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એ ઈંટ લઈને અંદર આવે છે અને એટીએમ અંદર રહેલા મશીન પર પછાડવા લાગે છે. કોઈ ચોરી કે લુંટને ઈરાદે શખ્સે આ હરકત કરતા વેજલપુર પોલીસને આ ઘટના અંગે જન કરવામાં આવી હતી.
સમગ્ર ઘટના પરથી વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે અને એક્ટિવાના નંબર પ્લેટ અને સીસીટીવી ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. પરંતુ શખ્સ જેવી રીતે એટીએમ સેન્ટરમાં આવીને આટાફેરા મારે છે તે પરથી કહી શકાય કે તે ચોરી કે લૂટના ઈરાદે આ હરકત કરી રહ્યો હોય.
સીસીટીવી ફૂટેજના આધારે તે શખ્સ એક ચીઠ્ઠી કાઢી પાકિટમાં મૂકે છે. જેથી કહી શકાય કે મશીનમાં તેમનું કામ ન થયું હોય અને વ્યક્તિએ ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું હોવ તેવું લાગી રહ્યું છે. જયારે વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.