પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ તેના જ મિત્ર સાથે કર્યું એવું કે… જાણીને તમે પણ ચોકી ઉઠશો

આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળે છે. એવામાં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવકને ઢોર માર મારીને અધમુવો કરી દીધો હતો ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકની હત્યાનો આ મામલો મેરઠના પરતાપુર ક્ષેત્રમાં બન્યો છે. પત્ની સાથેના આડા સંબંધના શકના આધારે યુવકની હત્યા કરવામાં આવી છે. અને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, આ પહેલા પણ એકવાર આરોપીએ યુવકની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઘટના મેરઠના પરતાપુર ક્ષેત્રના જિલાની કોલોનીમાંથી સામે આવી છે. બે વર્ષ પહેલા સરફરાજ અને મુસ્તફા એક જ પાવરલૂમ ફેક્ટરીમાં કામ કરતા હતા. સરફરાજે મુસ્તફા ઉપર પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખવાની શંકા વ્યક્ત કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ મુસ્તફાને કોલોની છોડવી પડી હતી.

મુસ્તફાને પોતાના ઘરમાં એક ભાડુઆત રાખ્યો હતો. મોડી રાત્રે મુસ્તફા પોતાના ઘરે ભાડુ લેવા માટે ગયો હતો. જ્યાં સરફરાજ અને તેના સાથીઓએ મુસ્તફાને દબોચી લીધો હતો. ત્યારબાદ માર મારીને હત્યાની કોશિશ કરી હતી. તેમ છતાં તે ન મર્યો તો તેને છાતીમાં ગોળી મારી દીધી હતી. આ દરમિયાન મુસ્તફાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. જાણવા મળ્યું છે કે, આ પહેલા પણ એકવાર સરફરાજે મુસ્તફાને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

આ અંગે લિસાડી ગેટ પોલીસ સ્ટેશમાં ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ આરોપીઓ વધારે બેફામ થઈ ગયા અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. એસપીએ તપાસના આદેશ આપી દીધા છે અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *