પહેલા તો નરાધમોએ મહિલાની આંખો કાઢી અને પછી શરીરના બધા કપડા ઉતારી… -જાણો કયાની છે આ ગમગીન ઘટના

દિવસેને દિવસે મહિલાઓ સાથે આચરવામાં આવતા દુષ્કર્મોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના પરથી કહી શકાય કે હાલના સમયમાં દેશની નારી સુરક્ષિત નથી. દરરોજ મહિલા પર આચરવામાં આવતા દુષ્કર્મોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના ઝારખંડમાંથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

ઝારખંડના ચાતર જીલ્લામાં આવેલ હન્ટરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની કરુણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા હવસખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હવસખોરોએ મહિલાની કરુણ હત્યા કરીને તેમની આંખો પણ કાઢી લેવામાં આવી હતી. મહિલાની હત્યા પહેલા તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે. આ સમગ્ર ઘટના ચતરાના ગોડવાલી વિસ્તારમાંથી સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાની ઉંમર આશરે ૪૫ વર્ષ છે. જયારે હજુ સુધી બળાત્કારની કોઈ સતાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ તંત્ર બળાત્કારની પુષ્ટિ કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ કહે છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાં સુધી બળાત્કારની પુષ્ટિ થઈ શકે તેમ નથી. પણ જ્યાંથી આં મૃતદેહ મળ્યો છે ત્યાંથી એવું લાગી રહ્યું છે કે ત્યાની પરિસ્થિતિ મુજબ કહી શકાય કે મહિલાની હત્યા પહેલા બળાત્કાર થયો હોય.

આપને જણાવી દઈએ કે આ મહિલાનો મૃતદેહ ગોડવાલી-સતરામપુર વચ્ચેના જંગલમાંથી પોલીસને મળી આવેલ છે. પોલીસે સમગ્ર તપાસ કર્યા બાદ મહિલાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. નજીકના ગામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, સવારમાં કેટલાક સ્થાનિકોને જંગલમાં મહિલાની લાશ હોવાની ખબર પડી હતી. આ સંપૂર્ણ ઘટનાની માહિતી સ્ટેશનના પ્રભારી રાજીવ રંજનને સોપવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજે કર્યો હતો. મહિલાના પરિવારજનોએ જણાવતા કહ્યું છે કે મહિલા રવિવારના રોજ ઘર માટે કઈ સમાન લેવા માટે નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. રાત્રે તેમણે શોધવાની કોશીશ કરવામાં ન આવી કારણ કે તેમના પતિને લાગ્યું હતું કે પત્ની મોડી સાંજે પણ ઘરે ન આવી તેથી તે તેમના પિતાના ઘરે ગઈ હશે. હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *