હવે તો હદ થઇ! સુરતમાં પોલીસ જ બની લુખ્ખાતત્વોનો ભોગ- ઓક્સીજન લઈને હોસ્પિટલ જતા પોલીસને…

હાલ અસામાજિક તત્વોના આતંકનો વધુ એક કીસ્સો સામે આવ્યો છે. સુરતમાં અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધતો જોવા મળે છે. અત્યાર સુધી તો સામાન્ય લોકો આવા અસામાજિક તત્વોનો ભોગ બનતા હતા પરંતુ હવે તો આ ઈસમોએ પોલીસ કર્મચારી પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે હજીરાથી ઓક્સિજન લઇને સ્મીમેર હોસ્પિટલ આવતા આ કર્મચારીને હોસ્પિટલ બહાર માર મારવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેવામાં અત્યાર સુધી આવા ઈસમો ફક્ત સામાન્ય લોકોને રંઝાડતા હતા. પણ હવે તો હદ એ વાતની થઇ ગઈ છે કે, આવા માથા ફરેલા અને અસામાજીક તત્વો પોલીસ પણ પણ હુમલો કરે છે. સુરત પોલીસમાં હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી હાલમાં હજીરા ખાતેથી હોસ્પિટલમાં ઓક્સીજન લાવવા માટેની ફરજ બજાવી રહ્યાં છે.

આ દરમિયાન ગઇકાલે મનીષભાઈ નામના પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન હજીરા ખાતેથી ઓક્સિજનના ટેંકરમાં બેસીને સ્મીમેર હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ હૉસ્પિટલના ગેટ પર પોંહચીને ઓક્સિજનની ગાડીમાંથી ઉતર્યા હતા. આ દરમિયાન રિક્ષામાં સવાર ત્રણ જેટલા ઇસ્માએ તેમના પર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઇજા પોંહચાડીન હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ પર હુમલો થતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.

ત્યારબાદ આ પોલીસ કર્મચારીને તાતકાલિક સ્મીમેર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘટનાની જાણકારી મળતા તાતકાલિક વરાછા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને હાલ આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ પોલીસ કર્મચારી પર હુમલો કોણે કર્યો હતો અને શા માટે હુમલો કરવામાં આવ્યો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરુ કવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *