મધ્યપ્રદેશના બીજા સૌથી મોટા શહેર ઈન્દોરમાં મહારાજા યશવંત રાવ હોસ્પિટલમાં ચોંકાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક મહિલા દર્દીને અજાણ્યા પુરુષ સાથે એક બેડ પર સુવડાવવામાં આવ્યા. બંનેને એક જ બેડ પર સૂવડાવીને એક્સ રે રૂમમાં લઇ જવામાં આવ્યા.
જણાવી દઈએ કે સંગીતા નામની મહિલા દર્દીના પગમાં ફેક્ચર થઈ જવાને લીધે છેલ્લા ૧૨ દિવસથી મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બુધવારે તેને ત્રીજા માળના એક રૂમમાંથી એક્સ રે માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જવાનું હતું.
એવામાં સ્ટ્રેચર ની અછત નું કારણ બતાવી સંગીતા ને બેડ પર જ સુવડાવીને લઇ જવામાં આવી રહી હતી ત્યારે નર્સિંગ સ્ટાફે એક અજાણ્યા પુરુષ દર્દીને પણ તે જ બેડ પર સંગીતા સાથે સુવડાવી દીધો.
વિડીયો વાયરલ થવા ઉપર આપવામાં આવી હતી નોટિસ.
મહિલા તેમજ પુરુષને એક જ બેડ પર સુવડાવીને લઈ જતા હતા ત્યારે કોઇએ તેનું મોબાઇલમાં એક વીડિયો બનાવી લીધો હતો જે વાયરલ થઈ ગયો. વિડીયો વાયરલ થયા બાદ હોસ્પિટલના ચિકિત્સા અધ્યક્ષ ડોક્ટર ઠાકોર એ નર્સિંગ સ્ટાફ ડોક્ટર તેમજ વોર્ડબોયને કારણ જણાવવા નોટિસ આપી હતી. સાથે જ ડોક્ટર ઠાકુરે એ પણ માન્યું હતું કે હોસ્પિટલમાં સ્ટ્રેચર તેમજ અન્ય સાધનોની અછત છે.
હું ઈચ્છતો હતો કે પત્નીનો સારી રીતે ઈલાજ-ધર્મેન્દ્ર
સંગીતાના પતી ધર્મેન્દ્ર એ કહ્યું કે પત્ની હાડકા વિભાગમાં દાખલ હતી. જ્યારે પત્નીની કેટલીક તપાસ કરાવવાની હતી ત્યારે અમને સ્ટ્રેચર ની જરૂર પડી, પરંતુ જણાવવામાં આવ્યું કે હોસ્પિટલમાં ની અછત છે. ત્યારે પત્ની ને બેડ પર બીજા એક પુરુષ દર્દી સાથે ખવડાવવામાં આવી. આ બધું જોઇને સારું તો ન લાગે પરંતુ હું અસહાય હતો. હું કોઈપણ રીતે પત્નીનું સારી રીતે ઈલાજ કરાવવા માંગતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.