દેશમાં હાલમાં બાબા ઓ અને સાધુઓ ભગવા રંગ ની ગરિમાભૂલી જઈને ન કરવાના કામો કરે છે. એવા જ એક બાબા પર બળાત્કારનો ગુનો CBI એ નોંધ્યો છે. જાતીય શોષણના આક્ષેપોનો સામનો કરી રહેલા દિલ્હીના સ્વયંભૂ બાબા દાતી મહારાજની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. સીબીઆઇએ દિક્ષણ દિલ્હી સ્થિત શનિધામ મંદિરના સંસ્થાપક આ બાબા વિરુદ્ધ દુષ્કર્મ અને અપ્રાકૃતિક જાતીય સંબંધો બનાવવાનો કેસ દાખલ કર્યો છે. આ એ જ બાબા છે જે ઘણીવાર ટીવી ચેનલોમાં પોતાના બનાવટી જ્ઞાનથી ભારતીયોને ભવિષ્ય જણાવતા હતા.
આ પહેલાં દાતી મહારાજ પર લાગેલા આક્ષેપોની તપાસ દિલ્હી પોલીસ કરી રહી હતી. બાબાના આશ્રમમાં રહેનારી એક મહિલાની ફરિયાદ પર તેમણે આ વર્ષે ૧૧ જૂને દિક્ષણ દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં દાસી, તેના ત્રણ ભાઇઓ અને એક મહિલા વિરુદ્ધ દુષ્કર્મ અને અપ્રાકૃતિક જાતીય સંબંધોનો કેસ દાખલ કર્યો હતો.
આ અંગે પોલીસે રર જૂનના રોજ બાબાની લાંબી પૂછપરછ પણ કરી હતી. બાદમાં દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીની સાકેત કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી, પરંતુ દિલ્હી હાઇકોર્ટના આદેશ પર આ કેસ સીબીઆઇને સોંપી દેવાયો હતો. સીબીઆઇમાં ચાલી રહેલી સમસ્યાઓની વચ્ચે કદાચ આ પહેલો કેસ છે, જે કેન્દ્રીય એજન્સીએ દાખલ કર્યો છે.
આરોપીએ દાવો કર્યો હતો કે તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને વી.કે.રાવની બેન્ચે ફરિયાદી મહિલાની અરજી સીબીઆઇને ટ્રાન્સફર કરવાની પરમિશન આપી હતી અને કહ્યું હતું કે દિલ્હી પોલીસ જે રીતે કેસની તપાસ કરી રહી છે તે જોતાં તપાસ પર અનેક સવાલ ઊભા થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે દાતી મહારાજ પર પોતાની શિષ્યાના રેપનો આક્ષેપ છે. આ વર્ષે ૭ જૂનના રોજ પીડિતાએ મહારાજ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. આ કેસ ર૦૧૬ના જાન્યુઆરી અને માર્ચ મહિનાનો છે. પીડિતાએ દાતી મહારાજ સહિત અન્ય પાંચ લોકો પર દાતીનો સાથ આપવાની પણ ફરિયાદ કરી હતી.