જુઓ સોશિયલ મીડીયામાં વાઇરલ થયેલો લાઈવ હત્યાનો વિડીયો- જાણો ક્યાંનો છે

Published on: 2:00 pm, Fri, 29 March 19

ગઈકાલથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જેમાં જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન રોડ પર બરાબર એલસીબી કચેરી સામેજ પેટ્રોલ પંપે એક યુવાનની સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ. આ બનાવમાં 3 શખ્સોને પોલીસે હત્યા કરીને નાસી જાય એ પહેલાંજ સમયસૂચકતાથી ઝડપી લીધા હતા. મૃતકના માથામાં ઘૂસાડી દીધેલી છરી કાઢવામાં પીએમ વખતે બે કલાક લાગ્યા હતા.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે મહેબુબ હમીર સુમરાની જમાલ જુસબ દલ, અનવરશા અકબરશા રફાઇ અને સમીર હનીફ નારેજાએ રેલ્વે સ્ટેશન રોડ પર એલસીબી કચેરી સામે આવેલા પેટ્રોલ પંપ પરજ છરીના ઘા ઝીંકી મહેબુબની હત્યા કરી નાંખી હતી. જેમાં અનવરશા ઉર્ફે મામુએ મહેબુબના લમણામાં ઘૂસાડી દીધેલી છરીને કાઢવામાં પીએમ વખતે તબીબોને બે કલાક લાગ્યા હતા. ઝનુનપૂર્વક ઘૂસાડી દીધેલી છરી સજ્જડ રીતે માથામાં ઉતરી ગઇ હતી. અને તેનું મોત પણ તેને લીધેજ નિપજ્યું હતું.

બાદમાં જોકે, એજ સ્થળે પેટ્રોલ પુરાવવા આવેલા બે એલસીબી કોન્સ્ટેબલોની સતર્કતા અને હિંમતને લીધે 3 તો ઝડપાઇ ગયા હતા. ત્રણેયને આજે એલસીબીએ બી ડિવીઝન પોલીસને હવાલે કર્યા હતા. સાથે તેઓ પાસેથી કબ્જે લેવાયેલી 2 છરી અને 1 નાનકડી બંદૂક, મોબાઇલ ફોન પણ બી ડિવીઝન પોલીસને સુપ્રત કરાયા છે. આવતીકાલ તા. 29 નાં રોજ બી ડિવીઝન પોલીસ ત્રણેયને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરનાર છે. આ બનાવ બાદ કાસમશા વજીરશા રફાઇ નાસી છૂટ્યો હોઇ તેની ધરપકડ પણ બાકી છે. બનાવની તપાસ બી ડિવીઝનનાં પીઆઇ આર. બી. સોલંકી ચલાવી રહ્યા છે.