સુરતઃ ‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડુતોને યોગ્ય સહાય સત્વેર મળી રહે તે માટે જિલ્લામાં ૪૧ ટીમો બનાવીને તાબડતોડ પાંચ દિવસમાં નુકશાનનો સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીત જણાવ્યું કે, સુરત જિલ્લામાં ડાંગર, કેળ, પપૈયા, મગ, તલ, આંબા અને શાકભાજીના પાકોમાં થયેલા નુકશાન સંદર્ભે ૧૫૨૪૪ હેકટર અસરગ્રસ્ત વાવેતર વિસ્તારની સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. જિલ્લાના સુરત સીટી તાલુકા સહિત ૧૦ તાલુકાઓના ૭૫૭ ગામોમાં ૩૩ ટકા લેખે ૫૮૨૬ હેકટર વિસ્તારમાં નુકશાન થયું છે. જે પૈકી ૪૧૮૫ ખેતીવાડી તથા ૧૬૪૧ હેકટર બાગાયતી વિસ્તાર મળી ૫૮૨૬ હેકટર વિસ્તારમાં ૩૩ ટકા લેખે નુકશાનગ્રસ્ત થયા છે.
સમગ્ર જિલ્લાની ૩૩ ટકાથી વધુ નુકશાનગ્રસ્ત હેકટર વિસ્તારની વિગતો જોઈએ તો બારડોલી તાલુકામાં ૮૬ ગામોના ૪૦૪ ખેડુતોની ૨૭૯ હેકટર, ચોર્યાસીમાં ૨૯ ગામોના ૨૮૯ ખેડુતોની ૨૯૮ હેકટર વિસ્તાર, કામરેજ તાલુકાના ૫૯ ગામોના ૧૧૬૭ ખેડુતોની ૭૫૭ હેકટર, મહુવા તાલુકામાં ૬૯ ગામોની ૭૬૨ ખેડુતોની ૪૦૫ હેકટર, માંડવી તાલુકામાં ૧૩૩ ગામોના ૭૬૮ ખેડુતોની ૪૦૮ હેકટર, માંગરોળના ૯૨ ગામોની ૫૫૦ ખેડુતોની ૪૮૯ હેકટર, ઓલપાડ તાલુકાની ૯૯ ગામોના ૨૮૧૯ ખેડુતોની ૨૭૬૪ હેકટર, પલસાણાના ૪૬ ગામોના ૨૦૦ ખેડુતોની ૨૪૪ હેકટર, ઉમરપાડા તાલુકાના ૬૩ ગામોના ચાર ખેડુતોની ૨.૨ હેકટર તથા સુરત સીટી વિસ્તારમાં ૮૧ ગામોના ૧૮૦ ખેડુતોની ૧૭૭ હેકટર જેટલા વિસ્તારોમાં નુકશાન થયું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી.ગામીતે વધુમાં ૩૩ ટકા લેખે નુકશાનગ્રસ્ત ખેતીપાકોની માહિતી આપણા જણાવ્યું કે, ૩૩૭૫ હેકટર ડાંગર, ૪૨૫ હેકટર મગ, ૩૩૮ હેકટર તલ, ૩૧ હેકટર મગફળી, પાંચ હેકટર અડદ, એક હેકટર જુવાર, ચાર હેકટર બાજરી અને મકાઈના પાકોમાં નુકશાન થયું છે.
નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કેળ, પપૈયા, શાકભાજી અને આંબાના ૭૦૩૧ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૩ ટકા લેખે ૧૬૪૧ હેકટર વિસ્તારના ૧૭૭૯ ખેડુતોને નુકશાન થયું છે. વિગતે જોઈએ તો, કેળમાં ૭૭૯ હેકટર, પપૈયામાં ૨૯.૭૦ હેકટર, શાકભાજીમાં ૪૨૦ હેકટર, આંબામાં ૪૧૧ હેકટર વિસ્તારમાં નુકશાનગ્રસ્ત થયા છે. ખેડુતોને સત્વરે વળતર મળી રહે તે માટે બાગાયત વિભાગની ટીમો બનાવીને પાંચ દિવસના ટુંકાગાળામાં નુકશાનીના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.