રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું: 108માં માત્ર 38 મીનિટનું વેઇટિંગ, હોસ્પીટલમાં જગ્યા, ઓક્સિજન, બેડ ન મળતા સિવિલ બહાર જ ઢળી પડ્યો કોરોના દર્દી

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ…

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના મહાનગર અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે આજરોજ આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.

અમદવાદમાં કોરોના પોતાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે અને કોરોનાની આ કટોકટીની સ્થિતિમાં પણ દર્દીઓ અને તેમના પરિવાર માટે સરકારની સીસ્ટમ જાણ કે મજાક બની ગઈ હોય તેમ ક્યાંયથી પણ યોગ્ય મદદ લોકોને મળતી નથી. હાલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનના અભાવે દર્દીઓ મરી રહ્યા છે.

કોરોના પીડિત દર્દીઓને હોસ્પિટલનો બેડ તો દૂર કલાકો સુધી ૧૦૮ પણ મળતી નથી. ત્યારે સરકાર ગુજરાતની જનતાને તાલીબાની સજા આપતી હોય તે રીતે ૧૦૮ સિવાય સરકારી હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરવાનો જડ નિયમ કર્યો છે અને બીજી બાજુ એમ્બ્યુલન્સ પુરતા પ્રમાણમાં નથી. હાલ દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ માટે હવે કલાકો નહી એક-બે દિવસ એટલે કે, 24 કે 48 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. એક બાજુ સરકાર હાઈકોર્ટ સમક્ષ તમામ પુરતી સુવિધાઓ હોવાના દાવા કરે છે અને ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ૩૮ મીનિટનું જ વેઈટિંગ હોવાનું જણાવે છે ત્યાં બીજી બાજુ સરકારની હેલ્પ લાઈન ૧૦૪ પરથી ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ૨૪ કલાક વેઈટિંગ આવશે તેવુ સ્પષ્ટ જણાવાવમા આવી રહ્યુ છે. તો હવે સરકાર સાચી કે સરકારની હેલ્પ લાઈન સાચી?

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલોની બહાર દર્દીઓની હાલત એટલી કફોડી થઇ ગઇ છે કે, તેઓએ ફૂટપાથ પર જ રઝળવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં કોરોનાની સારવારના અભાવે સિવિલની બહાર ફૂટપાથ પર જ એક કોરોના દર્દી ઢળી પડ્યો. જોકે તેને જોતા સૌ કોઇ પહેલાં તો એવું વિચારશે કે શું આ કોઇ દારૂડિયો છે. પરંતુ હકીકત કંઇક અલગ જ છે. હોસ્પિટલમાં સારવારના અભાવે તેમજ ઓક્સિજન બેડ ન મળતા લોકો ફૂટપાથ પર રઝળી રહ્યાં છે.

જાણવા મળ્યું છે કે, દર્દથી પિડાતા અને દયનીય હાલતમાં જમીન પર સૂતેલા 28 વર્ષીય દિનેશ કુમાર કે જેઓ ખેડામાં આવેલી કોસ્મેટિક કંપનીમાં કામ કરે છે. દિનેશ કુમાર દિલ્હીના રહેવાસી છે કે, જેઓ ગુજરાતમાં રોજગારી માટે એકલા જ આવ્યાં હતાં. અહીં કામ કરતી વખતે તેઓ કોરોના મહામારીનો શિકાર બન્યાં હતાં.

તેમની તબિયત અત્યંત ખરાબ થતાં તેમની સાથે રહેતા અન્ય મિત્રો દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યાં. પરંતુ ખેડામાં પણ હાલત ખરાબ હોવાથી તેઓ તેમને ખેડાથી લઈને અમદાવાદની અનેક હોસ્પિટલોમાં ભટક્યાં પરંતુ ક્યાંય પણ તેઓને સારવાર મળી નહી.

દિનેશ કુમારને ના તો 108 મળી કે ના તો હોસ્પિટલ મળી. પરંતુ થોડીક આશા વચ્ચે એક મિત્રને બચાવવા માટે તેના મિત્રો ભટકી રહ્યાં છે. તેવામાં આ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહેલા 28 વર્ષીય મિત્રને બચાવવા માટે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલનો સહારો લેવાનું વિચાર્યું પરંતુ દર્દીની પરિસ્થિતિ એટલી વિકટ હતી તેમ છતાં એલ.જી.હોસ્પિટલ દ્વારા તેમને દાખલ કરવાની ના પાડી દેવામાં આવી હતી. જ્યાં આખરે તેમને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં જ્યાં સિવિલની ઇમરજન્સી રિસ્પોન્સ માટે બનાવેલી ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી.

હાઈકોર્ટમાં ગુજરાત સરકારે એફિડેવિટ કરીને 108 માટે માત્ર 38 મીનિટનું વેઈટિંગ હોવાનું જણાવ્યું છે ત્યારે સરકારની 104 નંબરની હેલ્પલાઈન પર ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ૨૪ કલાકનું વેઈટિંગ આવશે તેવુ જણાવવામા આવી રહ્યુ છે.આમ સરકાર સાચી કે સરકારી હેલ્પ લાઈન સાચી તે જોવું રહ્યું?

અમદાવાદની કુલ વસ્તીના હજુ માંડ અડધો ટકા લોકોને જ કોરોના થયો છે. એટલામાં તો AMCએ ઘૂંટણિયા ટેકવી દીધાં છે. અમદાવાદના શહેરીજનોની હાલત કફોડી થઇ ગઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો તો હવે રોજિંદી ઘટના બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

કોરોનાની આ ભયાનક સ્થિતિને પહોંચી વળવા ડૉકટરો ખુદ રોડ ઉપર ઉતરી સારવાર કરી રહ્યાં છે તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ખડકલો થઇ રહ્યો છે. તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર ફૂટપાથ પડેલા તડપતા કોરોનાના દર્દીઓ ગુજરાતના આરોગ્યની પોલ ખોલી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *