‘તારક મહેતા..’ની બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ એવો તો શું ગુનો કર્યો કે, જેઠાલાલના સાસરિયા અમદાવાદમાં ગુનો નોંધાયો

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં…

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગે દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી. ખોખરા પોલીસ દ્વારા અરજીની તપાસ બાદ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા દ્વારા વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દેશ તેમજ ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મુનમુને કહ્યું હતું કે તેણે મસ્કરા, લિપ ટિંટ, અને બ્લશ લગાવ્યું છે કારણ કે, તે યુટ્યુબ પર આવવાની છે અને સારી દેખાવા માંગે છે. ત્યારબાદ તેણે એક જાતિનું નામ લઇને કહ્યું કે, તે તેમના જેવા દેખાવવા નથી માંગતી. જોકે, બાદમાં ઘણો વિરોધ થતાં મુનમુને આ વીડિયો ડિલીટ કર્યો છે અને એક પોસ્ટ શેર કરીને માફી પણ માંગી છે.

સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યો છે. મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા સુરતમાં મુનમુન દત્તા સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વાલ્મિકી સમાજનું અપમાન કર્યુ હોવાની લાગણી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રી સામે તાત્કાલિક અસરથી એફઆઈઆર નોંધાઈ તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ ચીમકી આપી હતી કે, તે મુજબ મુનમુન દત્તા સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી ન કરાતાં અનશન શરૂ કરવામાં આવ્યાં છે.

અભિનેત્રી મુનમુન દત્તાના લાખો-કરોડો ફોલોવર્સ હોવાથી તેમણે બોલેલા શબ્દની અસર વધુ થાય છે. મુનમુન દત્તા કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે શબ્દો બોલ્યા છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સમાજની લાગણી દુભાઈ આવતા મુનમુન દત્તા (બબિતા) સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *