ગુજરાતમાં દિન પ્રતિદિન વધતા કોરોના કેસને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાઓની ચિંતા સતાવી રહી હતી. જેને કારણે ગુજરાત સરકારે 13 મે ના રોજ ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે તેવો નીર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.
માસ પ્રમોશનની જાહેરાત થતા વાલીઓમાં એ મુજવણ ઉભી થઈ હતી કે, વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે ફી ફરી હતી તે પરત મળશે કે નહિ? જેને લઈને આજે શિક્ષણમંત્રી દ્વારા ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 3.50 લાખ વિદ્યાર્થીઓની રૂપિયા 6.47 કરોડની ફી પરત કરવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય એવા સમયે કરાયો છે જયારે રાજ્યના વાળી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી કે, વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માટે ફી ફરી હતી તે પરત મળશે કે નહિ? ધોરણ ૧૦ ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપવામાં આવ્યું પરંતુ હવે તેના વિશે સરકારને ચિંતા સતાવી રહી છે.
ત્યારે હવે ધોરણ ૧૦ ના વિધાર્થીઓનું પરિણામ કઈ રીતે તૈયાર કરવું અને ક્યાં નિયમોને આધારે વિધાર્થીઓને માસ પ્રમોશન આપવું તેમજ તેમની સાથે ડીપ્લોમાં સહિતના આગળ પ્રવેશ મેળવવા ક્યાં નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દાને આધારે સરકાર દ્વારા કમિટી રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરિક્ષા લેવામાં આવશે અને તે પણ જુનના બીજા કે છેલ્લા અઠવાડિયામાં લેવાઈ શકે છે.
સરકારે તો ઉતાવળમાંને ઉતાવળમાં નિર્ણય કરતા ધોરણ ૧૦ ની પરિક્ષા કેન્સલ તો કરી દીધી છે જેને લીધે માસ પ્રમોશન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હવે પરિણામ કેવી રીતે તૈયાર કરવું અને ૮.૩૭ લાખ જેટલા રેગ્યુલર વિધાર્થીઓને ક્યાં માપદંડને આધારે માસ્સ પ્રમોશન આપવું તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આમ તો સરકારે ખરેખર ધોરણ ૧૦ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે પહેલા તજજ્ઞાોની કમિટી બનાવવાની જરૂર હતી. પરંતુ સરકારે પહેલા નિર્ણય લઇ લીધો અને પછી તજજ્ઞાોની કમિટી બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.