આ દુનિયા અજીબોગરીબ છે. અવાર નવાર અનેક કિસ્સાઓ બનતા હોય છે. અમુક તો એવા પણ કિસ્સાઓ બનતા હશે કે જે જાણીને તમને પણ નવાઈ લાગતી હશે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા સતત 16 કલાક સુધી ન્હાતી હતી અને ત્યારબાદ બહાર નીકળતા થયું એવું કે તમે પણ ચોંકી ઉઠશો. જાણો શું છે સમગ્ર ઘટના…
મળતી માહિતી અનુસાર બ્રિટેનમાં એક મહિલા સાથે અજીબોગરીબ કિસ્સો સા;મે આવ્યો છે. જેને લીધે આ મહિલાને સોશિયલ મીડીયા પર મદદ માંગી રહી છે. ટિકટોક પર ખૂબ એક્ટિવ રહેતી એવી ડેના ટિકટોક પર વિડીઓ મુકીને લોકો તેમની કઈ મદદ કરે તેની અપેક્ષા રાખી રહી છે. પાણીમાં 16 કલાક રહ્યા બાદ તેની સાથે કેવી કેવી મુશ્કેલીઓ આવી તેના વિશે જણાવ્યું છે.
ડેનાનો આ વિડીઓ અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોએ જોયો છે. તેણે આ વીડીઓમાં જણાવતા કહ્યું છે કે, જો તમે પણ 16 કલાક ન્હાશો તો તમારી પણ આવી હાલત થઇ શકે છે. ખાસ કરીને હું નિર્વસ થઇ રહી છું. શું મારી કોઈ મદદ કરી શકશે.
ડેનાના 16 કલાક સુધી સતત સ્નાન કર્યા બાદ તેમના પગમાં કરચલી પડવા લાગી છે. તેનો પગનો રંગ ગ્રે કલરનો થવા લાગ્યો છે. કેટલાય લોકો તો આ ડેનાના પગને જોઇને ચિંતામાં મૂકાઈ ગયા હતા. જયારે એક શખ્સે જણાવતા કહ્યું કે, હીટ પેક્સને 5-5 મીનીટના સમયે પગ પર લગાવવામાં આવે જેને કારણે પગને આરામ મળી જશે.
આ મહિલાએ ખુલાસો નહોતો કર્યો કે, શું કરવા આ મહિલા પાણીમાં 16 કલાક સુધી પડી રહી. ત્યારે આ મામલા પર એક શખ્સે જણાવતા કહ્યું કે માનવ જાત 9 કલાક સુધી સુઈ શકે તો પછી પાણીની અંદર 16 કલાક સુધી રહી કેમ શકે..! માનવી એક કલાક સુધી સ્નાન કરે ત્યાં તે ઠંડો પડી જાય છે તો આ મહિલા 16 કલાક સુધી પાણીમાં કેમ રહી શકી??
જો કે આ વિશે આ મહિલાએ હજુ સુધી કઈ રહસ્ય ખોલ્યું નથી, અંતે તે પાણીમાં આટલા સમય સુધી કેમ રહી શકી. એક રીપોર્ટના જણાવ્યા મુજબ કલાકો સુધી પાણીમાં રહેવાને કારણે ટ્રેંચફૂટ નામની ગંભીર પરિસ્થિતિ પણ આવી શકે છે. આ સ્થિતિમાં પગમાં બ્લડ સર્કુલેશન એટલે કે લોહી ફરતું બંધ થઇ જાય છે. જો તેની સમયસર સારવાર કરવામાં ન આવે તો ગૈંગ્રીન, અલ્સર અને ફોલ્લી જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.