સમગ્ર ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસ ઘટતા બ્લેક ફંગસના કેસ ખુબ સામે આવી રહ્યા છે. જોકે, હવે વ્હાઈટ ફંગસના કેસ પણ સામે આવી રહ્યા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં વ્હાઈટ ફંગસના કારણે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પટિલમાં આ કેસ જોવા મળ્યો છે. હોસ્પિટલનો દાવો છે કે વિશ્વમાં આવો પહેલો કેસ છે.
કોરોના રોગચાળા વચ્ચે દેશમાં કાળા અને સફેદ ફૂગના કેસોએ ચિંતા વધારી દીધી છે. રાજધાની દિલ્હીમાં વ્હાઈટ ફંગસનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ફૂગના કારણે મહિલાના મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. વ્હાઈટ ફંગસને કારણે શરીરને આ પ્રકારના નુકસાનનો વિશ્વમાં આ પહેલો કેસ છે.
આ કેસની માહિતી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, 49 વર્ષીય મહિલાને 13 મે 2021 ના રોજ સર ગંગા રામ હોસ્પિટલની ઇમરજન્સીમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ તેના પેટમાં અસહ્ય દુખાવો થતો હતો અને તેને ઉલટી થવાથી કબજિયાતથી પીડાઈ હતી. જ્યારે હોસ્પિટલમાં મહિલાનું સીટીસ્કેન કરવામાં આવ્યું તો ખબર પડી કે આંતરડામાં કાણું છે.
ચાર કલાક સુધી ચાલેલી સર્જરીમાં કાણું પૂરવામાં આવ્યું
સર ગંગારામ હોસ્પિટલના મેટ ઓફ સિવર, Gastroenterology and Pancreaticobitry Sciences ડિપાર્ટમેન્ટના ડો.(પ્રો) અમિત અરોડાએ જણાવ્યું કે ચાર કલાક સર્જરી ચાલ્યા બાદ મહિલાના ફૂડ પાઈપ, નાના આંતરડા અને મોટા આંતરડામાં પડેલા કાણાને પૂરવામાં આવ્યા. ત્યારબાદ જ લીક્વિડ લીકેજને પણ રોકવામાં આવ્યું.
વ્હાઈટ ફંગસથી આંતરડામાં કાણાનો પહેલો કેસ
ડો.અરોડાએ કહ્યું કે સ્ટેરોઈડના ઉપયોગ બાદ બ્લેક ફંગસ દ્વારા આંતરડામાં કાણું પડવાના કેટલાક કેસ હાલમાં જ સામે આવ્યા છે. પરંતુ વ્હાઈટ ફંગસ દ્વારા કોવિડ-19 ઈન્ફેક્શન બાદ ફૂડ પાઈપ, નાના આંતરડા, અને મોટા આંતરડામાં કાણું પડી જવાનો આ દુનિયાનો પહેલો કેસ છે.
દેશમાં બ્લેક ફંગસના લગભગ 12 હજાર નજીક કેસ
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસના સતત વધી રહેલા કેસોએ નવી ચિંતા ઉભી કરી છે. તાજા સરકારી આંકડા પ્રમાણે દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 11 હજાર 717 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે.
ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટ કરી આ જાણકારી આપી છે. દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 620 કેસ આવી ચુક્યા છે. તેની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.