ગાંધીનગરમાં ધમધમી રહ્યું હતું બોગસ કોલ સેન્ટર: પોલીસે દરોડા પાડ્યા તો…

આજકાલ ગેરકાયદેસર ચાલતા ધંધા સતત પોલીસ પકડી પાડતી હોય છે. આ દરમિયાન ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે. આ ઉપરાંત કોલ સેન્ટર…

આજકાલ ગેરકાયદેસર ચાલતા ધંધા સતત પોલીસ પકડી પાડતી હોય છે. આ દરમિયાન ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે. આ ઉપરાંત કોલ સેન્ટર ચલાવનાર બે વિદેશી વ્યક્તિઓની પણ ઘરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, બંને આરોપી યુવકો અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના રહેવાસી છે.

જે અમેરિકાના લોકો સાથે નકલી કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે. બંને યુવકો અમેરિકનોને લાલચ આપતા અને રૂપિયા પડાવી તેને બીટકોઈનમાં ટ્રાન્સફર કરતા હતા. આ અંગે સાયબર ક્રાઇમ ગાંધીનગર અને અડાલજ પોલીસ સ્ટેશન ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસને સુચના મળી હતી કે, વૈષ્ણૌદેવી સર્કલ પાસે ખોરજ ખાતે એક ફ્લેટમાં કોલ સેન્ટર ચાલી રહ્યુ છે. જેમાં અમેરિકન નાગરિકોને લુંટવામાં આવી રહ્યા હતા. પોલીસ દ્વારા 26મે થી આ કોલ સેન્ટર પણ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમીયાન શુક્રવારે પોલીસ દ્વારા દરોડો પાડીને આ ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ઈબ્રાહીમો મોમાદ ઈકબાલઅને પાસુન મનલઈ નામના બંને શખ્સો અમેરિકનો સાથે છેતરપીંડી કરતા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા દરોડા પાડીને વપરાશમાં લેવાતા લેપટોપથી લઈને દરેક ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા.

આ યુવકો અમેરિકન નંબર જેવા દેખાતા ફોન નંબરથી પેડે પ્રોસેસ સ્ક્રિપ્ટથી અમેરિકન નાગરિકોને કોલ કરીને લોનની લાલચ આપતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ અમેરિકન નાગરિકોના બેંક અકાઉન્ટમાં નાણા જમા કરાવતા હતા અને તેમને રૂપિયા રોકડમાં ઉપાડી લેવા અને બીટકોઈન એટીએમ પર ક્યુઆર કોડ સ્કેન કરી પરત જમા કરાવવાનું કહેતા હતા.

આ ઉપરાંત રૂપિયા જમા થયા બાદ લોન એપ્રુવ થશે તેવી ખાતરી આપી બીટકોઈન વોલેટમાં રૂપિયા જમા કરી તેને પ્રોસેસ કરી રોકડમાં ફેરવી લેતા હોવાનું જાણવા મળ્યું હતું. દરોડા પડતા પોલીસને જોઈને બે યુવાનોએ 13માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા હતા. પરંતુ, પોલીસ દ્વારા ફોરેન્સિક યુફેડ વાઈસનીની મદદથી તૂટી ગયેલા લેપટોપ તેમજ મોબાઇલમાંથી ડેટા રીકવર કરી લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *