આજકાલ હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન રાજકોટમાંથી ફરી એક હત્યમો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતા પત્ની અને માસૂમ પુત્રનું ગળુ દબાવી હત્યા કરનારા અલ્પેશ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી છે. ચાર વર્ષ પહેલા ત્રિપલ મર્ડરનો ખૂની ખેલ ખેલાયો હતો.
રાજકોટ શહેરમાં વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં અલ્પેશ વજાણી તેમજ તેના પિતા વજુભાઈ વજાણી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ત્રણ વ્યક્તિઓની હત્યા કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે સેશન્સ કોર્ટ દ્વારા અલ્પેશ જીતુભાઈ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી છે.
જાણવા મળ્યું છે કે, આરોપીના પિતા વજુભાઈ વજાણીનું કેસના ટ્રાયલ દરમિયાન મૃત્યુ નિપજતા અદાલત દ્વારા તેમની સામેનો કેસ ખારીજ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, 7 ઓક્ટોબર 2017ના રોજ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલા રાધા મીરા પાર્ક વિસ્તારમાં રહેતા સોની પરિવારના અલ્પેશ નામના વ્યક્તિએ પોતાની માતા ભારતીબેન, પત્ની દિપાલી તેમજ માસૂમ પુત્ર માધવની દુપટ્ટા વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ હત્યામાં તેના પિતા વજુભાઈએ અલ્પેશનો સાથ આપ્યો હતો. એક જ પરિવારના ત્રણ જેટલા સભ્યોની પરિવારના સભ્ય દ્વારા જ હત્યા કરવામાં આવતા રાજકોટ શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, નાણાકીય ભીડ અને આર્થિક સંકળામણના કારણે પરિવારના સભ્યોની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, પિતા-પુત્રએ સૌ પ્રથમ પોતાની પત્ની અને માતાનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ પોતાના પુત્ર અને પૌત્ર એવા માસુમ બાળકને પત્નીના ખોળામાં સુવડાવી દીધા અને તેને ગળે ટૂંપો દઇ હત્યા કરી હતી. હત્યા બાદ બંને પિતા-પુત્ર સુસાઇડ નોટ લખી રેલવેના પાટા પર સૂઈને આત્મહત્યા કરવા પણ નીકળ્યા હતા. પરંતુ થોડા સમય સુધી રાહ જોયા ત્યારબાદ પણ ટ્રેન ન આવતા બંને પિતા-પુત્રોએ મરવાનું ટાળ્યું હતું.
જાણવા મળ્યું છે કે, ત્યારબાદ બંને પિતા-પુત્ર શહેરભરમાં રખડવા નીકળી પડ્યા હતા. કારણ કે, તેમનામાં ઘરે જવાની હિંમત નહોતી. તેમજ તેમના ઘરમાં હત્યા કરાયેલી ત્રણ-ત્રણ સ્વજનોની લાશ પડી હતી. બે દિવસ સુધી ઘરમાં લાશ પડી હોવાથી દુર્ગંધ ફેલાઈ હતી. જેના કારણે પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસને ઘરની અંદરથી 3 લાશ તેમજ સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા પિતા પુત્રની શોધખોળ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ બંને વિરુદ્ધ હત્યાના ગુનામાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, સોની પરિવારના કમાતા બંને સભ્યો ઇમિટેશનનું કામકાજ કરતા હતા. તે ઠપ થઈ જવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આ દરમિયાન આર્થિક ભીંસના કારણે પરિવારના બંને સભ્યોએ હત્યા કરી હોવાથી અદાલત દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.