સુરતમાં મહિલા સફાઈ કામદાર પાસે 10 હજારની લાંચ લેતા સરકારી કર્મચારી ઝડપાયા -જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને કામની જગ્યા બદલી આપવા અને રજા મંજૂર કરાવી આપવા બદલ લાંચ માગનારા ત્રણને ઝડપી લેવામાં આવ્યાં છે. ACB છટકું ગોઠવીને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે.

ગોતાલાવાડી, પટેલનગર- 2 પાસેની વોર્ડ ઓફિસમાં ACB એ ઓપરેશન પાર પાડી લાંચમાં લેવાયેલી રોકડ 10 હજારની રકમ પણ કબ્જે લીધી છે. ACB એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિત 2 સફાઈ કામદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ACBએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચથી દસ હજાર સફાઇ કામદારો પાસે લેવાઈ રહ્યા હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈ એક જાગૃત મહિલા સફાઈ કામદાર પાસે રૂપિયા 10 હજારની માગણી કરાઈ હતી. જો લાંચ નહીં આપે તો ખોટી હેરાનગતિ કરાશે એવી ધમકી અપાઈ હતી. ત્યારબાદ પાલિકાની સફાઈ કામદાર મહિલાએ ફરિયાદ આપતા આખા ઓપરેશન ને સફળતા પૂર્વક પાર પાડવાનું છટકું ગોઠવાયું હતું.

ત્રણેય આરોપીઓ કતારગામ ગોતાલાવાડી વોર્ડ ઓફિસમાં લાંચની રકમ સ્વિકારવાના હોવાથી ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી, મદદનીશ આરોગ્ય નિરીક્ષક (સેનેટરી સબ ઇન્સ્પેકટર) વર્ગ-3 નોકરી- વોર્ડ નં.-7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરત, લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, સફાઇ કામદાર, વર્ગ-4, નોકરી- વોર્ડ નં.- 7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરત, દિપકભાઇ અરજણભાઇ મકવાણા, સફાઇ કામદાર,વર્ગ-4, નોકરી- વોર્ડ નં-7 બી, ગોતાલાવાડી, સુરત મહાનગરપાલિકા, સુરતને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ PSI પી.એલ.દાફડા એ પહેલા 4 લાખ પડાવી લીધા અને વધુ 1 લાખની લાંચ લેવા આપતા રંગે હાથ ઝડપાયો. ઘટના એમ બની કે, એક યુવકે મેડીકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલ કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડીકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયા હતા અને રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે યુવકને વોટ્સ એપ કોલ કરી યુવક પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરી કરી હતી. પરંતુ યુવકે આપવાની ના પાડી હતી.

યુવકે દસ લાખ રૂપિયા આપવાની ના પાડતા કર્મચારીના મિત્રએ યુવકની મેડીકલ એજન્સીના નામે ખોટાં-ખોટાં લેટર પેડો બનાવી યુવકના નામની ખોટી સહીઓ કરી યુવક પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો યુવકનેને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે યુવકે આ અંગે કર્મચારીના મિત્ર વિરૂધ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.૧૪/૦૪/૨૦૨૧ ના રોજ લેખિત અરજી આપી હતી.

આ બાબતે યુવકે એફ.આઇ.આર. દાખલ કરવાના અવેજ પેટે PSI પી.એલ.દાફડાએ યુવક પાસે રૂ.૫,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. જેમાંથી PSI પી.એલ.દાફડાએ યુવક પાસેથી ટુકડે-ટુકડે રૂ.૪,૦૦,૦૦૦/- અગાઉ લઇ લીધા તેમજ PSI પી.એલ.દાફડાએ યુવકની અરજી ઉપરથી એફ.આઇ.આર. દાખલ કરેલ તેના બદલામાં યુવક પાસેથી ૧-એ.સી., ૧-ફ્રિઝ, ૨-સેટી, ૨-ગાદી, ૧-કબાટ, ૧-ગીઝર મળી કુલ કિં.રૂ.૮૬,૭૦૦/- ની ચીજ-વસ્તુઓ લીધેલ અને બાકીના રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની રકમ લેવાની બાકી હોય જેની PSI પી.એલ.દાફડાએ યુવક પાસે માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *