હાલમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો માર્ગ અકસ્માતમાં જ પોતાનું જીવન ગુમાવતા હોય છે. 50% લોકો પોતાનું જીવન અકસ્માતમાં ગુમાવતા હશે. આ દરમિયાન ફરીવાર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગોધરામાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ શખ્સોને મોત નિપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.
જાણવા મળ્યું છે કે, ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. આ ત્રણેય શખ્સ એક જ બાઈક પર સવાર હતા. આ દરમિયાન દાહોદ ગોધરા હાઈવે પર એક કારે તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ત્રણેય શખ્સોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઉપરાંત ત્રણેયના મોત બાદ પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન હતી. તેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ નહિ મળવા સહિતના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકોના ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આ ઉપરાંત આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હોવાનું સામે આવ્યું હતું.
આ દરમિયાન મોડી રાત્રે ડીવાયએસપીએ જઈ સમજવટ કરી મામલો શાંત પાડ્યો હતો. તો બીજી બાજુ, જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ પણ મળી આવ્યા હતા. આ અંગે મૃતકના પરિવારજનો દ્વારા કાર સવાર નશામાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.