સુરત શહેરમાં અવાર-નવાર હત્યાના કિસ્સાઓ બની રહ્યા છે. જાણે કે સુરતમાં કોઈ ગુંડારાજ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સતત દિવસેને દિવસે હત્યાના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. આ બધું જોતા તો એવું લાગી રહ્યું છે ગુંડાઓ બેફામ બની રહ્યા છે. જાણે તેમને કોઈ પોલીસનો ડર જ ન હોય.
ત્યારે આવી જ એક ઘટના સુરતના સિંગણપોર વિસ્તારમાં ઘટી છે જેમાં દિન દહાડે ખૂની ખેલ ખેલાયો છે. આ ઘટનામાં 25 વર્ષના યુવકની ગંભીર રીત્તે હત્યા કરી દેવામાં આવી છે. હત્યારા દ્વારા હત્યા તેવી રીતે કરવામાં આવી છે કે તે પરથી અનુમાન લગાવી શકાય કે, આ હત્યા 4 જેટલા યુવકે ભેગા મળીને કરી હોય તેચું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે.
જ્યાંથી લાશ મળી તેમની નજીકથી ઘણી બધી દારૂની બોટલ પણ મળી આવી છે. તે પરથી એક પ્રશ્ન ઉદભવે કે, ગુજરાતમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ છે તો દારૂ આવે છે ક્યાંથી? લાશને જોતા એવું લાગી રહ્યું છે કે ચાર જેટલા યુવકો દ્વારા તીક્ષ્ણ હથિયાર મારીને તેમની હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા એવી રીતે કરવામાં આવી છે કે મૃત વ્યક્તિના શરીરમાંથી આતરડા પણ બહાર કાઢી મુક્યા છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જયારે હાલમાં પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.