આજકાલ એવા ઘણા વિડીયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. કર્ફ્યું દરમિયાન પણ લબરમુછીયા ભેગા થઈને જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરતાં હોય છે. આ દરમિયાન અમદાવાદમાંથી આવો જ એક વિડીયો વાઈરલ થયો છે.
પોલીસ દ્વારા આ વિડીયોને લઈને તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં આ વિડીયો શહેરના ખાડિયા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હતો. બર્થ ડે ઉજવવા માટે તેના મિત્રો ભેગા થયા હતા. આ ઉપરાંત તેઓ તલવારથી કેક કાપે છે. આ સમગ્ર બાબત કાયદાકિય રીતે ગુનો બને છે.
જાણવા મળ્યું છે કે, જન્મ દિવસની ઉજવણીમાં હાજર રહેલા તમામ છોકરાઓ 11માં ધોરણમાં ભણે છે. ગુરુવારની રાત્રે આ વિદ્યાર્થીઓ ભેગા થયા હતાં અને તેમણે બર્થ ડે બોય પાસે તલવારથી કેક કપાવી હતી. આ ગૃપમાં એક યુવકને છોડીને તમામ સગીર વયના હોવાનું સામે વાયુ છે. જેથી પોલીસ દ્વારા તે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.