રાજ્યમાં મેઘરાજાએ કર્યા શ્રી ગણેશ! -સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારોમાં આવનારા પાંચ દિવસ મન મુકીને વરસશે વરસાદ

હાલ ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના…

હાલ ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ ગઈ હતી. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.

જે મુજબ 9મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

12 અને 13 જૂનના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ઉત્તર ગુજરાતમાં હવામાન સામાન્ય રહેશે. બીજી બાજુ વરસાદના આગમનને પગલે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું. વરસાદની શરૂઆત થઇ હતી. ગઈકાલે પણ જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

મહત્વપૂર્ણ છે કે, અત્યારે જિલ્લામાં કેરીની સીઝન ચાલી રહી છે. આથી વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. જોકે, બે દિવસથી જિલ્લામાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે.

બે દિવસથી વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી તેમજ બફારાથી રાહત અનુભવી હતી. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, દાદરા-નગરહવેલીના ખારવેલમાં 129.6 એમએમ અને સેલવાસમાં 57 એમએમ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે.

આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્નાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *