જીન્સ પેન્ટમાં કેમ હોય છે ખીસ્સા ની અંદર નાના ખિસ્સા? ઇતિહાસ સાથે સંકળાયેલું છે આ મહત્વનું કારણ

થોડાક વર્ષો પહેલા જીન્સ એ અમીર હોવાની નિશાન હતી.જીન્સ ગામડાઓમાં ક્યાંક જોવા પણ ન મળતું હતું.ગામડાઓમાં અને છેવાડાના લોકોને જીન્સ એટલે એક બ્રાન્ડ.પણ હવે આ…

થોડાક વર્ષો પહેલા જીન્સ એ અમીર હોવાની નિશાન હતી.જીન્સ ગામડાઓમાં ક્યાંક જોવા પણ ન મળતું હતું.ગામડાઓમાં અને છેવાડાના લોકોને જીન્સ એટલે એક બ્રાન્ડ.પણ હવે આ ભેદ નથી રહો.ગામે ગામ લોકો બ્રાન્ડ ને પણ ઓળખતા થયા છે અને જીન્સ પણ હવે બહુ સામાન્ય થઈ ગયા છે. ઘરે ઘરે હવે તો ફેશન માં ફાટેલા જીન્સ જોવા મળે છે.

જીન્સ પેન્ટ વિશે વિશેષ વાત કરવામાં આવે તો ખિસ્સા ની અંદર નાના ખિસ્સા હોય છે.પછી તે સામાન્ય જીન્સ હોય કે બ્રાન્ડેડ જીન્સ પરંતુ આ નાનું ખિસ્સું લગભગ બધા જ જીન્સ પેન્ટ માં જોવા મળતી હોય છે.સામાન્ય રીતે લોકો તેમાં ચિલર રાખતા હોય છે પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ નાનું ખિસ્સું તેના માટે બનાવવામાં જ નથી આવ્યું.

ભાગ્યે જ કોઇકને ખ્યાલ હશે કે જીન્સ ની શોધ ખાણમાં કામ કરતા કામદારો માટે થઈ હતી. એ સમયની વાત કરીએ તો ત્યારે ટ્રેન્ડ હતો પોકેટ વોચ નો. ખાણમાં કામ કરતા કામદારોને ભારે તોડફોડ અને ખોદકામ નું કામ કરવાનું હોય છે.જો આવી સ્થિતિમાં પોકેટ વોચ આગળ ના ખિસ્સામાં રાખે તો તૂટી જવાનો ભય હતો.

કામદારો માટે બનાવેલા ખાસ જીન્સમાં આ સમસ્યા પર ધ્યાન આપવામાં આવ્યો અને આ સમસ્યાને દૂર કરવા માટે, એક નાનું ખિસ્સું પણ બનાવવામાં આવ્યું હતું. ધીરે-ધીરે તે જીન્સ નો મહત્વપૂર્ણ ભાગ બન્યો અને આજના યુગમાં તે એક ફેશન બની ગઈ છે.ઘણી વખત એકની જરૂરિયાત બીજા માટે ફેશન બની જતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *