ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાઈ- જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

હાલમાં ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં શુક્રવારે રાતે ધોધમાર તૂટી પડ્યો હતો. આ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદમાં પણ મોડી રાત્રે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડ્યો હતો. જોકે, પહેલા વરસાદમાં જ ખેડા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્કાળજીનો પુરાવો જોવા મળ્યો. જાણવા મળ્યું છે કે, નડિયાદના શ્રેયસ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયુ હતુ. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી.

લગભગ 30 મિનિટની ભારે મહેનત બાદ ફાયરના જવાનોએ વરસાદી પાણીમાં ફસાયેલ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી. ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર બંન્ને વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઘટના બની ત્યારે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નહોતા. નહિ તો મોટી પરેશાનીનો સામનો કરવો પડ્યો હોત.

આ ઉપરાંત રાજકોટમાં પણ બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

ઉપરાંત ગઇકાલે જસદણ પંથકમાં મેઘરાજાએ ધામા નાખ્યા હતા. આંબરડી, ભડલી, બંધાળી, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આંબરડીમાં દોઢ કલામાં 4 ઇંચ વરસાદ પડતા ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. વાવણીલાયક વરસાદ થતા આ ગામના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના બોપલ, ઘુમા, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો શેલા, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુર, SG હાઈવે, બોડકદેવ વિસ્તારમાં વાદળાઓમાં વીજળીના કડાકા થઇ રહ્યા છે અને વરસાદ ખાબક્યો હતો.

ત્યાં જ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અને એકાએક ભારે પવન સાથે વીજળી સાથે વરસાદ પડ્યો હતો. બીજી બાજૂ ગાંધીનગરના કલોલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં રાહત જોવા મળી છે.

તાલુકો-  વરસાદ (મિલિમિટરમાં)
કઠલાલ- 13
મહેસાણા-  19
મહેેમદાવાદ-  16

હિંમતનગર-  20
નડિયાદ-  25
ગાંધીનગર-  14
કલોલ-  28

આ ઉપરંત ગઈકાલે રાત્રે કપડવંજ પંથકને બાદ કરી સમગ્ર ખેડા જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખેડા, માતર, નડિયાદ અને વસો પંથકમાં ખાબક્યો છે. વિજળીના કડાકા સાથે વરસેલા વરસાદના કારણે ઠેરઠેર વૃક્ષો પણ ધરાશાયી થવાનાં બનાવો બન્યા છે.

ખેડામાં 90 મીમી, માતરમાં 80 મીમી, વસોમાં 47 મીમી, મહેમદાવાદમાં 36 મીમી, કઠલાલમાં 14મીમી, મહુધામાં 19 મીમી, ગળતેશ્વરમાં 04 મીમી અને કપડવંજમાં નીલ રીપોર્ટ જિલ્લા ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત એવી પણ આશા સેવાઈ રહી છે કે, વરસાદી ખેતી ઉપર નિર્ભર ડાંગી ખેડૂતો માટે વહેલુ વરસાદી આગમન ફળદાયી સાબિત થાય. ડાંગમાં શુક્રવારે ગિરિમથક સાપુતારા, શામગહાન, માલેગામ, સોનુનિયા, માળુંગા સહિતનાં પંથકોમાં બપોર સુધી અસહ્ય બફારા બાદ સાંજનાં સુમારે વરસાદી માહોલે દસ્તક દેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *