સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ક્યાંક હત્યા છે.. તો ક્યાં ચોરીના બનાવો બની રહ્યા છે. ખાસ તો સુરત શહેર ગુનાખોરીનો અડ્ડો બની ગયું છે. કોઈ પણ, ગમે ત્યારે ગુનો કરવા લાગ્યા છે. પછી એ ચોરી હોય, દુષ્કર્મ હોય કે પછી હત્યા હોય…
ત્યારે હવે સુરત શહેરના ATM મા જઈ ATM સાથે છેડછાડ કરીને તેમાથી પૈસા કાઢી બેંક સાથે છેતરપીંડી કરવાની ઘટના સામે આવી છે. આવો જ એક મોટો સાયબર ફ્રોડ સુરત એસઓજી અને કોલકત્તા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્તમાં છતો કરી નાખ્યો છે. દેશની પ્રખ્યાત આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી ATM Black Box Attack દ્વારા 3 કલાકમાં 25 લાખ રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જનારા ફિલ્મોના વિલનને આટી મારે એવા બે ઠગને આજે ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો સુરતમાંથી ઝડપાયા છે.
આ વચ્ચે, એક આંતરરાષ્ટ્રીય ગેંગના સભ્યોએ નવા એટીએમ ‘બ્લેક બોક્સ એટેક’ છેતરપિંડીના નવા પ્રકારનાં માધ્યમથી માત્ર ત્રણ કલાક માટે એટીએમમાંથી અમર્યાદિત રોકડ ઉપાડીને સાયબર ક્રાઈમનો કેસ ચલાવ્યો હતો. આરોપીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સમાન મોડસ ઓપરેન્ડીથી 25 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી અને સુરત ભાગી ગયો હતો.
તેમની શોધમાં સુરત આવેલા કોલકાતા પોલીસે સુરત એસઓજીની મદદથી બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત એસઓજી પોલીસ અને કોલકાતા ક્રાઇમ બ્રાંચની ટીમે મળીને આરોપી નવીન લાલચંદ ગુપ્તા અને મનોજકુમાર રાજપાલ ગુપ્તા (બંને રહેવાસી – ફતેહપુર બૈરી, નવી દિલ્હી) ને સુભાષ ચોક, અથવા-ગોપીપુરાથી ધરપકડ કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી છે કે, ગત વર્ષે 14 મેની સવારે આઈસીઆઈસીઆઈ બેંકના 25 એટીએમ કોલકાતાના બોવ બજાર પોલીસ સ્ટેશન હેઠળ નવી યુક્તિ ‘એટીએમ બ્લેક બોક્સ એટેક’ દ્વારા અન્ય ગેંગ સાથીદારો સાથે હેક કરવામાં આવ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંકમાંથી માત્ર 3 કલાકમાં 25 લાખ રૂપિયા ચાઉ કરીને સુરત ભાગી ગયા હતા.
આરોપીઓએ કબૂલાત પણ કરી હતી કે, તેમની આંતર-રાજ્ય ગેંગ છે. કોલકાતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા બાદ તેઓને કોલકાતા લઈ ગયા હતા. પકડાયેલા બંને આરોપી 15 દિવસ પહેલા સુરત આવ્યા હતા અને પીપલોદના એક મકાનમાં પેન ગેસ્ટ તરીકે રહેતા હતા.
પોલીસે જણાવ્યું કે, આરોપી તેના માટે ઉઝબેકિસ્તાનથી મંગાવેલા ATM Black Boxને બેંક સર્વર સાથે કનેક્ટ કરતાં અને કેબલમાં વચ્ચે મીડલવેર તરીકે જોડી અલગ અલગ કાર્ડ વડે અથવા એક જ એટીએમ કાર્ડ વડે મનફાવે તેટલા રૂપિયા ઉઠાવતા હતા. આ શખ્સોએ 14મી મેના રોજ 3 કલાકમાં કોલકત્તામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી 25 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. ત્યારબાદ નાસી ગયા હતા.
ગઠિયાઓએ પોલીસ તપાસમાં નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બેંગ્લોરમાં પણ આવા ગુનાઓ કર્યા હોવાની રજૂઆત કરી હતી. બંને આરોપીના કોર્ટમાં રજૂ કરી અને કોલકત્તા પોલીસ તેમને લઈ ગઈ છે. આ બંને શખ્સો સુરતમાના અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરા સુભાષ ચોક પાસેથી ઝડપાયા હતા.
શું છે ATM Black Box
એટીએમ બ્લેક બોક્ષ એવું ડિવાઇસ છે જે એટીએમ મશીન અને બેંકના સર્વરને કનેક્ટ કરતા વાયર વચ્ચે જોજવામાં આવે છે. આના લીધે બેંક સુધી જતી માહિતી સર્વર સુધી પહોંચતી નથી અને મશીન સુધી આપવામાં આવતી માહિતી ફક્ત બ્લેક બોક્સ સુધી જ પહોંચે છે.
આ બોક્સનું સોફ્ટવેર સર્વરની જેમ કામ કરવા લાગ છે અને મશીનને વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. વધુમાં જેના ખાતામાંથી પૈસા ઉઠાવવામાં આવે તેના ખાતામાંથી પૈસા માઇનસ પણ થતા નથી. જોકે, બેંકની ફ્રોડ વિંગ અને ઇન્ટરનેલ ઑડિટ વિંગ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવતા ફ્રોડની જાણ બેંકને થાય છે. આ શખ્સોએ આ મશીન ઉઝબેકિસ્તાનથી મંગાવી અને તસ્કરી શરૂ કરી હતી.
એટીએમ બ્લેક બોક્સ ડિવાઈસ હાલમાં ઉઝબેકિસ્તાનમાં જ મળે છે. આરોપીઓની ટોળકી ઉઝબેકિસ્તાનથી આ ડિવાઈસ મંગાવ્યું હતું. આ પ્રકારના ડિવાઈસના મદદથી ફ્રોડ કરવાની ઘટનાઓ 2017-18 અમેરિકામાં બહુ બની હતી. ખરેખર ત્યારથી જ આ રીતે ફ્રોડ થવાની શરૂઆત થઈ હતી. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પોક્સો એક્ટ હેઠળ૧૩૪/૨૦૨૧ IPC કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૬, ૧૨૦(બી) શ્વવગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.