સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકને સફળ ઓપરેશન કરી બાળકી બનાવવામાં આવી 

તાજેતરમાં એક ખુબ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પાલનપુર તાલુકાથી 12 કિ.મી. દૂર આવેલા એક ગામમાં રહેતી 9 વર્ષની બાળકીને જન્મથી જ પુરુષના ગુપ્તાંગ સાથે જ જન્મ થયો હતો. એ બાળકીને 4 મહિના પહેલા ઓપરેશન કરી પુરુષનું ગુપ્તાંગ કાઢી નાખવામાં આવ્યું હતું. પાલનપુર સિવિલ દ્વારા 4 મહિના સુધી મોનિટરિંગ કર્યા બાદ વિનામૂલ્યે કરાયેલું ખર્ચાળ ઓપરેશન સક્સેસ રહ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, ત્રીજા ધોરણમાં ભણતી બાળકીને સ્ત્રી-પુરુષના સાથેનાં ગુપ્તાંગ હતાં. વહાલી દીકરીના શરીરમાં વધારાના ગુપ્ત ભાગને ઓપરેશન દ્વારા દૂર કરવા માટે તેનાં માતા-પિતા ઘણા ડોક્ટરને મળ્યાં તેમજ અનેક દવાખાનામાં બતાવ્યું અને રિપોર્ટ પણ કરાવ્યા. ઘણી નિરાશા બાદ બનાસ મેડિકલ કોલેજની સિવિલ હોસ્પિટલમાં 4 મહિના પહેલા બતાવ્યું અને ઓપરેશન કરાવવામાં આવ્યું હતું.

ઓપરેશન કરનાર ડો. સુનીલ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે,”માતા-પિતા ઈચ્છતાં હતાં કે તેમનું સંતાન દીકરી તરીકે જ રહે, જેથી ડો. કલ્પેશ પટેલ અને ડૉ. ફોરમ મોઢની ટીમ દ્વારા પુરુષનો પાર્ટ શરીરમાંથી જુદો કરી દેવાયો હતો. આ બાળકી 4 મહિનાથી ઓબ્ઝર્વેશનમાં હતી.”

હાલ બાળકી અત્યંત સ્વસ્થ છે. આ ઉપરાંત બાળકીના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, “અમારી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર છે. તે પોતે આ વિચિત્ર સ્થિતિમાં હોવા છતાં તેની મનોદશા ખૂબ સારી હતી. શાળામાં શિક્ષકોને બાળકીની બાબતથી અવગત કરાવેલા હતા.

ડોક્ટરનું માનીએ તો આમ તો આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે અને એક લાખ બાળકોમાં આવુ માંડ એક બાળક જન્મતું હોય છે. જાણવા મળ્યું છે કે, આવા લક્ષણો ધરાવતી સ્થિતિને મેડિકલની ભાષામાં સ્યુડો હરમોપ્રોડીટીઝમ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *