ઘરમાં એક પંખો અને એક લાઈટ છે, તેમછતાં વીજ કંપનીએ મોકલ્યું 6.32 લાખનું બીલ

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

ત્યારે આવા સમયમાં મોડાસા શહેરના એલાયન્સ નગરમાં સ્થિત એક શ્રમિક પરિવારને ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 6,32,583 નું ઘરનું લાઈટ બિલ ફટકારતાં પરિવાર ચિંતામાં મૂકી ગયા હતા.

આ સમગ્ર ઘટના અંગે પરિવારના સભ્યનું કહેવું છે કે, આ મકાનમાં માત્રને માત્ર એક પંખો અને એક ટ્યુબલાઈટનો જ વપરાશ થઇ રહ્યો છે. છતાં પણ આતુ મોટું અધધ બીલ ફટકારાતા વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ(UGVCL) દ્વારા મોડાસા શહેરના એલાયન્સ નગરમાં સ્થિત શેખ સિરાજભાઈ મહંમદભાઇને ઘરનું લાઈટબીલ અધધ રૂ. 6,32,583 આવ્યું હતું જેમને લીધે પરિવારમાં અને આજુબાજુના લોકોના હોંશ ઉડી ગયા છે.

આ પરિવારના જણાવ્યા અનુસાર, પહેલા ઘરવપરાશનું લાઈટબીલ માત્રને માત્ર 300 થી 400 રૂપિયા આવતું હતું. જયારે અધધ લાઈટબીલ આવતા પરિવારે વીજ કંપનીએ મોટો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. મકાનમાં ફકતને ફક્ત એક પંખો અને ટ્યુબલાઈટ સિવાય અન્ય કોઈ વસ્તુનો વપરાશ ન કરતા હોવા છતાં પણ આટલું મોતું લાઈટબીલ આવતા વીજ કપનીએ જાણે મોટો કોઈ ગોટાળો કર્યો હોય તેવું માનીને પરિવારે મોડાસાની વીજ કંપનીએ ધક્કા ખાવાના શરુ કરી દીધા છે. જયારે મોડાસાની વીજ કંપનીના કમર્ચારીઓએ પરિવારને આ લાઈટબીલ અંગે તપાસ કરવામાં આવશે અને જેટલું લાઈટબીલ આવ્યું હશે તેટલું જ ભરવાનું રહેશે તેવી સાંત્વના આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *