તાજેતરમાં ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણનું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, અજયના લગ્ન પણ દિવાળી પછી હતા. જેથી પરિવારે લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી.
પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજુર હોય તેમ અજયને પોતાની પાસે બોલાવી લેતા પરિવારજનોને મોટો આઘાતમાં લાગ્યો છે. આ ઉપરાંત પિતાની ઇચ્છા મુજબ અજયના પાર્થિવદેહને વરરાજાની જેમ તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. બહેને પણ ચોધાર આંસુ સાથે ભાઇની પીઠી ચોળી ભારે હૈયે વિદાય આપી હતી.
પિતા મનસુખભાઇની ઈચ્છા મુજબ બ્રાહ્મણને બોલાવી અજયને નવડાવીને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ હાથમાં મીંઢળ બાંધી બહેનએ પીઠી ચોળી ગુલાબના ફુલનો હાર પણ પહેરાવ્યો હતો. અતર છાંટીને એકદમ વરરાજાની જેમ તૈયાર કર્યા બાદ તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.
આ ઉપરાંત શાંતિરથને પણ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. સ્મશાનયાત્રા તેમના ઘરે ખોડિયારનગરમાંથી નીકળી સ્મશાન સુધીનો રસ્તો ફુલોથી મહેકાવેલો હતો. આ ઉપરાંત સ્મશાનયાત્રા દરમિયાન આજુબાજુના તમામ રહીશોની આંખોમા પણ આંસુ છલકાતા જોવા મળ્યા હતા.
જાણવા મળ્યું છે કે, અજય તેમના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેના લગ્ન પહેલા 21-05-2021ના રોજ રાખવામાં આવ્યા હતા. ગોંડલના માંડણકુંડલા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનભાઈ મોરીની પુત્રી સાથે તેના લગ્ન થવાના હતા. પરંતુ તેમના પિતાની ઈચ્છા મુજબ ધામધૂમથી લગ્ન કરવાના હોવાથી લગ્ન દિવાળી પછી કરવા બન્ને વેવાઈ સહમત થયા હતા. પરંતુ અજયની અણધારી વિદાયને લઈને બંને પરિવાર આઘાતમાં સરી પડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.