કોરોનાના કારણે અનેક લોકોના વેપાર-ધંધા ભાંગી પડ્યા છે અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે કોરોનાના કારણે અનેક લોકો ગુનાહિત કૃત્ય ના રવાડે પણ ચડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજ ની સામેથી વિદેશી દારૂની 101 પેટી સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમના માણસોને જાણ મળી હતી કે, મારવાડી કોલેજ પાસેથી દારૂ ભરેલી એક બોલેરો કાર પસાર થવાની છે. આ સમયે બોલેરો કાર ત્યાંથી પસાર થતા તેને કોર્ડન કરીને તેને રોકી ચેક કરતા ડુંગળીની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની સીલપેક ઈંગ્લીશ 1212 દારૂની બોટલો મળી આવી હતી જેની અંદાજિત કિંમત 4,24,200 રૂપિયા જેટલી થાય છે.
બંને શખ્સોની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, એક વ્યક્તિએ પોતાનું નામ બાલકૃષ્ણ મદ્રાસી હોવાનું અને તેની સાથે સાથે પોતે રેલવે સ્ટેશન પાસે આવેલા ઓફિસની બાજુમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા આરોપીએ પોતાનું નામ મનીષ મનોજભાઈ જાખેલીયા જણાવ્યું હતું. તો સાથે જ પોતે શાકભાજી વેચવાનો ધંધો કરતો હોવાની જાણ કરી હતી.ઈંગ્લીશ દારૂની બોટલો બોલેરો વાહન તેમજ મોબાઇલ ફોન સહિત કુલ સાત લાખ 25 હજાર 200 રૂપિયાનો માલ કબજે કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.