તાજેતરમાં જ મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીની વટવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી પોલીસને આશંકા હતી જેથી ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પોલીસ તપાસ દરમિયાન કેદાર પટેલ નામના વ્યક્તિના જુના મકાન પાછળ આવેલા ટપરામાં ભરેલા ભુસામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોકસો અને હત્યાની કલમ હેઠળ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કેદાર પટેલનો દીકરો નીતિન પટેલ પણ ફરાર હોવાનુ જાણવા મળ્યુ હતું.
જેથી પોલીસને તેની પર શંકા હતી. જ્યારે મધ્ય પ્રદેશ પોલીસને નીતિન વટવા જી.આઇ.ડી.સીમાં હોવાનુ જાણવા મળતા તેમને વટવા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને આરોપીની વિગતો આપી હતી. જોકે, શંકાવળી જગ્યાએ તપાસ કરતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, 5મી જૂનના બપોરે બારેક વાગ્યાની આસપાસ આ બાળકી તેના ઘર પાસે રમતી હતી. જ્યારે તે આરોપીના ઘરે ગઈ ત્યારે એકલતાનો લાભ લઇને આરોપી બાળકીને પકડીને ઢસડીને તેના ઘરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરી હતી જેથી આરોપીએ ગળું દબાવીને બાળકીની હત્યા કરી દીધી હતી. ગુનો છુપાવવા માટે તેના મૃતદેહને ઘઉંના ભૂસામાં સંતાડી દીધો હતો. બાદમાં તે તેના ગામથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીને વટવા જી.આઇ.ડી. સીમાં આવેલા જેક્શન કંપનીના ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.