થોડાક વર્ષો પહેલા સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં આવેલ કનાજ ગામ ખાતે ભેસના તબેલામાં રહેતા રિક્ષા ચાલકે તેની જ સાથે કામ કરતા પરિવારની 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સગીરા ઉપર સુરતમાં તે વારંવાર દુષ્કર્મ અચરતો હતો. ત્યારબાદ તેને મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના પંચમપુરા ખાતે લઇ ગયો હતો અને ત્યાં તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને જેલ ભેગો કર્યો હતો.
હાલ આ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ઓલપાડ તાલુકાના કનાજ ગામ ખાતે વિરલ જીતુ પટેલનો ભેંસનો તબેલો આવેલો છે. આ તબેલામાં વીરસિંહ ઉર્ફે કલ્લુ હોતમસિંહ સિકરવાર રહેતો હતો. તેમજ તે રિક્ષા ચલાવતો હતો. તબેલામાં જ રહેતા એક ગરીબ પરિવારની 14 વર્ષની બાળકીને વીરસિંહે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેની સાથે શરીર સબંધ પણ બાંધ્યો હતો.
જાણવા મળ્યું છે કે, આ સગીરાને વીરસિંહ એવુ કહેતો હતો કે તેના બાપે તેની પાસેથી રૂપિયા લીધા છે એ રૂપિયા જ્યાં સુધી પરત નહીં આપે ત્યાં સુધી તારે તેની સાથે સબંધ રાખવો પડશે. આ ઉપરાંત થોડા વર્ષ પહેલા વીરસિંહ સગીરાને લઈને મધ્યપ્રદેશ જતો રહ્યો હતો. જ્યાં તેણે પોતાની હવસ સંતોષી હતી અને સગીરાને પત્નીની જેમ જ સાથે રાખતો હતો. સગીરાને ઉઠાવી જવા અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપીને વર્ષ 2018માં જેલ ભેગો કરવામાં આવ્યો હતો. હાલ આ કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોને ગ્રાહ્ય રાખવા સાથે કોર્ટે રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇને આરોપીને અલગ અલગ કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે આપવાનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.