‘અમરેલીના બાપ’ બનવા નીકળેલા છત્રપાલ નું પોલીસે શું કર્યું? સરઘસ તો કાઢ્યું પણ પછી કોર્ટમાં…

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી…

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી અમરેલી એલ.સી.બી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતોં અને ત્યારબાદ અમરેલીમાં ભારે સુરક્ષા વચ્ચે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

ઘટનાની વિગતે વાત કરીએ તો, અમરેલીના લાઠી રોડ પર આવેલ ગુરૂદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશકુમાર નવનીતલાલ આડતીયા, મોબાઇલ ફોન ઉપર ફોન કરી અમરેલીથી છત્રપાલ વાળા, કાઠી દરબાર બોલુ છું. તે રીતે પોતાની ઓળખ આપી હિતેશકુમાર પાસે રૂા. દસ લાખ ખંડણી પેટે તથા પ્રોટેકશન અને સારી રીતે પેટ્રોલ પંપ ચલાવવા દેવા માંગી.

જો ખંડણી ન આપે તો તેમના પરિવારને ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની પેટ્રોલ પંપ ઉપર પણ ફાયરીંગ કરવાની ધમકીઓ આપી, ગાળો આપનાર આરોપી છત્રપાલ વાળા વિરૂદ્ધ અમરેલી સીટી પો. સ્ટે.માં IPCની કલમ 384, 387, 504, 506(2) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો. ગુન્હો નોંધાયાના ગણતરીના કલાકોમાં આરોપી છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળા (ઉ.વ.35, રહે. સત્યનારાયણ સોસાયટી-1, મકાન નં.46, અમરેલી) એલસીબી ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ હતો.

ત્યારબાદ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આ ગુનાની તપાસ માટે મુખ્ય તપાસ અધિકારી જે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ. અમરેલી સીટી પો.સ્ટે.ની આગેવાની હેઠળ ત્રણ પો.સ.ઇ.ની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ હતી. અને ધરપકડ બાદ લોકોમાંથી ડર દુર કરવા  છત્રપાલનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, અને ત્યાર બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો હતો.

આરોપી છત્રપાલ વાળાને કોર્ટમાં રજુ કરી, તપાસનીશ અધિકારી તથા સરકારી વકીલે રેકોર્ડીંગ વાળો મોબાઇલ ફોન, સીમકાર્ડ, પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરવા માટે ઉપયોગમાં લેવાનાર હથિયાર રીકવર કરવા આ ગુન્હામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલ છે. આરોપી ગુન્હો બન્યા પછી ફરાર થઇ ગયેલ હોય તેને ફરાર થવામાં કોણે મદદ કરેલ હતી. કોણે આશ્રય આપેલ હતો વગેરે મુદ્દાઓની તપાસ માટે રીમાન્ડ મળવા ધારદાર રજુઆત કરી હતી.

ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટ તરફથી આરોપી છત્રપાલ વાળાના તા. 17 સુધીના ચાર દિવસના પોલીસ રીમાન્ડ મંજુર થયેલ છે. ઉપરોકત મુદાઓ અંગે આરોપી છત્રપાલ વાળાને સાથે રાખી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *