સુરતમાં થોડા દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ હાલ ઉકેલાયો છે. કતારગામ GIDC વિસ્તારમાં નિર્માણ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલા ખાલી પોપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલ ખેલાયો હતો અને એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ યુવાન નેપાળનો રહેવાસી છે અને અહિયાં હીરામાં મજુરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
મૃત્યુ પામેલ યુવાનનું નામ અર્જુન સન ઓફ સુરજ સોની વિશ્વકર્મા હતું અને તે નેપાળનો વાતની હતો અને સુરતમાં હીરા મજુરી કામ કરતો હતો. સુત્રોએ જણાવ્યું છે કે, હત્યા કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેની જ સાથે મજુરી કામ કરતા યુવકે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીનું નામ રમેશ સામે આવ્યું છે, પરંતુ તેનું સાચું નામ માન બહાદુર છે. રમેશની ઉંમર 22 વર્ષ છે. હત્યા દરમિયાન જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આરોપી રમેશની ધરપકડ કરી હતી.
પોલીસે પૂરતા પુરાવા મેળવી ગઈકાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવતા કહ્યું છે કે, મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા જીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. સાથે સાથે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હત્યાનું સાચું કારણ જાણવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળની આજુબાજુમાં રહેલા CCTV અનુસાર જાણવા મળ્યું છે કે, બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આરોપી અર્જુનને રમેશ સાથે સબંધ બાંધવા હતા, પરંતુ રમેશે ના પડતા અર્જુને તેના જ જીગરજાન મિત્રનું કાસળ કાઢી નાખ્યું હતું. મળતી માહિતી અનુસાર તેના મોબાઈલ માંથી ‘ગે શારીરિક સબંધ’ ના વિડીયો પણ મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.