છેલ્લા 12 દિવસથી ગુમ છે સિવિલમાં દાખલ વૃદ્ધા- પરિવારે તંત્રને પૂછ્યું તો એવો જવાબ આપ્યો કે માનવતા મરી પરવારી

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો ખુબ પ્રયત્નો કરી રહ્યા છે. હવે લોકો સમજી ગયા છે કે, પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે…

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો ખુબ પ્રયત્નો કરી રહ્યા છે. હવે લોકો સમજી ગયા છે કે, પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે.

પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.  જો કોઈને પણ કોરોના આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો, તેમના ઘરે પાછા આવવાની સંભાવના હાલ ખુબ જ ઘટી ગઈ છે. કારણ કે, કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.

કોરોનાની સારવાર માટે લોકો સિવિલ બહાર લાંબી લાઈનોમાં ઊભા રહે છે અને રાહ જોતા હોય છે કે, ક્યારે તેમના સ્વજનનો વારો આવે, જેથી તેમની સારવાર વહેલી તકે શરૂ થાય. પરંતુ આ દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘણી બેદરકારી સામે આવી છે.

જાણવા મળ્યું છે કે, ગઈ કાલે એક એવો કિસ્સો સામે આવ્યો જેને સાંભળી અરેરાટી મચી જાય. સિવિલ હોસ્પિટલમાં તારીખ 13 એપ્રિલના રોજ વિજયાબેન નામના વૃદ્ધાને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના 12 દિવસ વીતી ગયા પછી પણ તેમનો કોઈ પત્તો નથી.

પરિવારના સભ્યો દ્વારા વૃદ્ધા અંગેની તપાસ વારંવાર કરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્રને પણ આ અંગે અનેક વખત સંપર્ક કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. પરિવાર હાલ ઠેર-ઠેર ભટકી રહ્યો છે, અને તંત્રને પણ આજીજી કરે છે, જેથી સાચી હકીકત શું છે તે જાણી શકાય. આ પ્રકારની ઘટના સિવિલમાં સતત વધારો ઓવા મળ્યો છે. ઉપરાંત જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય તેમનો સંપર્ક પણ તેમના પરિવારના લોકો સાથે કરાવવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *