બે જુદા-જુદા દેશોના બે ક્રાંતિકારીઓની સમાનતા: ભગતસિંહના વિચારોનો પુનર્જન્મ હતા ચે ગ્વેરો

થોડા વર્ષો પહેલા કરાયેલા વર્લ્ડ યુથ આઇકન સર્વેમાં ચે ગ્વેરા બીજો અને ભગતસિંહને આઠમો ક્રમ મળ્યો હતો. વિશ્વના યુવાનો માટે તે બંને તેમના બલિદાન માટે પ્રેરણારૂપ બન્યા છે. એક તરફ ભગતસિંહ માનતા હતા કે, બહેરાઓને તેમનો અવાજ સંભળાવવા માટે ધમાકાની જરૂર પડે છે. આ વિચારથી તેણે એસેમ્બલીમાં બોમ્બ ફોડ્યો હતો.

બીજી તરફ એક વિરોધ દરમિયાન પોલીસે નિર્દોષ લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્વારેના સાથીઓએ તેનો વિરોધ કરવા કહ્યું. આના પર ચે ગ્વારેએ કહ્યું, “બંદૂક ક્યાં છે?” તેનો અર્થ હતો કે, બંદૂક વિના આપણે તેનો વિરોધ કેવી રીતે કરી શકીએ?

14 જૂન 1929 આર્જેન્ટિનાના રોજારીયોમાં જન્મેલા ચે ગ્વારે અને સપ્ટેમ્બર 1907 માં બંગામાં જન્મેલા શહીદ ભગતસિંહ વચ્ચે ઘણી સમાનતાઓ છે, જેના વિષે જાણતા લાગે છે કેમ કે ચે ગ્વારે ભગતસિંહનો પુનર્જન્મ હતો. ચાલો તમને આ વિષયમાં ગ્વારે અને શહીદ ભગતસિંહની કેટલીક સમાનતાઓ જણાવી દઈએ.

એક 23 વર્ષના યુવક તેને તેમની બધીજ ઈચ્છાઓ અને તમામ સપનાને તેના દેશ, તેની માતૃભુમી માટે સમર્પિત કરીને આંખોમાં આઝાદીના સપના લઈને હસતા મુખે ફાંસી પર લટકી ગયો હતો. દુનિયાને અલવિદા કહેતા પહેલા તે યુવકે કહ્યું હતું કે ‘હું ફરીથી આવીશ.’

તેના ફરીથી આવવાનો અર્થ તેનો પુનર્જન્મ નથી. તે પોતે નાસ્તિક હતા, તો પછી તેના પુનર્જન્મ વિશે તે કેવી રીતે બોલી શકે?  પરંતુ તેમણે જે કહ્યું હતું તે જૂઠ ન હતું. તેના પરત આવવાનો અર્થ તેના વિચારોનો પુનર્જન્મ હતો અને તે થયું પણ.

તેમના નિવેદન મુજબ ભગતસિંહનો ફરીથી જન્મ થયો પરંતુ આ વખતે ભારતમાં નહીં પણ અર્જેન્ટીનાના રોજારીયોમાં. ભગતસિંહની શહાદતના માત્ર બે વર્ષ પહેલાં ભગતસિંહના વિચારોનો જન્મ થયો હતો. જે બાળકના હૃદય અને દિમાગમાં ભગતસિંહ જેવા વિચારો હતા તે બાળકનું નામ અર્નેસ્ટો ચે ગ્વારે હતું.

જયારે ભગતસિંહની શહીદ થયા તે સમયે ચે ગ્વારે ફક્ત બેથી ત્રણ વર્ષનો જ હતો. જો આપણે તેના વિશે વિચાર કરીએ, તો ક્યાંક આપણે શોધીશું કે ભગતસિંહની શહાદત પછી, તેમના વિચારોએ ચે ગ્વારેના મનમાં સ્થાન બનાવ્યું હતું. તેમ છતાં બંને વચ્ચે કોઈ સબંધ નથી, પરંતુ એક વસ્તુ છે જે બંનેને સમાન બનાવે છે તે છે ક્રાંતિ. આ ક્રાંતિએ બે યુવાનોને એવી રીતે આકર્ષિત કર્યા કે તેઓએ પોતાના વિશે વિચારવાનું બંધ કરી દીધું. જો તેમને પોતાના વિશે વિચાર્યું હોત તો તેમાંથી એક 23 વર્ષની ઉંમરે અને બીજો 35 વર્ષની ઉંમરે દુનિયાથી વિદાય ન લીધી હોત.

બંનેએ તેમની જાહીલિયતના લીધે વિચાર કર્યા વિના શસ્ત્ર નહીં ઉપડ્યા. હથિયારો ઉપાડવા એ તેમની વ્યૂહરચનાનો એક ભાગ હતો. એક તરફ જ્યાં ભગતસિંહે બી.એ કર્યું ત્યાં બીજી તરફ ચે ડોક્ટર હતા. જો ભગતસિંહ ઇચ્છતા હોત તો તેઓ સરકારી પદ મેળવીને તેમનું જીવન શાંતિથી જીવી શક્યા હોત. બીજી બાજુ, ચે ડોક્ટર બનીને પોતાનું ભવિષ્ય સારું બનાવી શક્યાં હોત, પરંતુ બંનેએ તેમ ન કર્યું હતું. બંનેએ પોતાને પહેલાં મજલુમ લોકોના હક વિશે વિચાર્યું. ચે ગ્વારેએ કહ્યું કે, મેં નાનપણથી જ ભૂખ, કષ્ટ, ભયંકર ગરીબી, રોગ અને બેરોજગારી જોઇ છે. ચેનું આ નિવેદન આજે પણ સાચું માનવામાં આવે છે કે, આઝાદીની લડાઈ લોકોની ભૂખથી જન્મે છે.

એવું કહેવામાં આવે છે કે, તમે તમારો રસ્તો પસંદ કરતા નથી, નિયતિ તમને તે માર્ગ તરફ લઈ જાય છે. એક તરફ જલિયાંવાલા બાગમાં થયેલા નરસંહારથી નિર્દોષ ભગતને એવી રીતે બેચેન કરવામાં આવ્યો કે, તે ખેતરોમાં પિસ્તોલ વાવવા ગયો જેથી તે શસ્ત્રોનો પાક ઉગાડી શકે. અને આ બેચેનીએ નિર્દોષ ભગતને શહીદ ભગતસિંહ બનાવ્યા. એ જ રીતે ચેના જીવનમાં પણ બધું સારું ચાલી રહ્યું હતું. તે ડોકટરીનો અભ્યાસ કરતો હતો, થોડા સમયમાં તો તે ડોક્ટર બનીને શાંતિથી જીવી શકતો હતો, પરંતુ તેની અંદર સતત બેચેની રહેતી હતી અને આ બેચેનીએ તેને લાટિન અમેરિકા જવા માટે દબાણ કર્યું હતું. તે તેના એક મિત્ર સાથે આ યાત્રા પર ગયો હતો. મુસાફરી દરમિયાન ગ્વારેએ જે જોયું તેના હૃદય પર તેની ઊંડી અસર પડી. તેમણે લોકોને ભૂખની લાગણી અનુભવી, દવાઓના અભાવથી મરી રહેલા બાળકોની પીડા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન તેમને ખબર પડી કે, લાટિન અમેરિકાની સ્થિતિ ફક્ત ગરીબીને કારણે વિકટ બની છે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદે સમગ્ર ખંડોને પકડ્યો છે આનાથી બચવાનો એક જ રસ્તો છે અને તે છે ક્રાંતિ.

મુલાકાત દરમ્યાન ગ્વારેએ જે બધું જોયું અને તે સંપૂર્ણપણે બદલી ગયો. તેમણે આ મુલકાતની ડાયરી લખી હતી જે તેમની શહાદત પછી ‘ધ મોટરસાયકલ ડાયરી’ તરીકે પ્રકાશિત થઈ હતી. આ અંગે 2004 માં એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. આ મુલાકાત પછી ગ્વારેએ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ યાકોબો આર્બેન્સ ગુઝમાંનની આગેવાની હેઠળની સામાજિક સુધારણાની આંદોલનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ પછી જ તેની મુલાકાત ફિદેલ કાસ્ટ્રો અને રાઉલ કાસ્ટ્રો સાથે થઈ. તે સમયે ચે 27 વર્ષનો હતો. ક્યુબામાં, ફિદેલ કાસ્ટ્રોએ ચેને હાથમાં લીધો અને તેના વિચારો સામે આવ્યા પછી ચેને ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપી. જે રીતે યુવાન ભગત હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાશે અને ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાહ ખાન જેવા મહાન ક્રાંતિકારીઓમાં જોડાયા હતા.

એક તરફ જ્યાં ભગતસિંહે તેમના સાથીઓ સાથે મળીને બ્રિટીશ શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો. બીજી તરફ, ચે અમેરિકન શક્તિઓ વિરુદ્ધ અંદોલન ચાલુ રાખતા અને તેના વિરોધનો ડંખ વગાડ્યો હતો. એક તરફ, જ્યાં ભગતસિંહ ભગત પાજી તરીકે પ્રખ્યાત હતા, ત્યાં ગ્વારેને ચે કહેવાતા.

ભાગ્યએ ચેને તે જમીન સાથે જોડી દીધો હતો, જ્યાંથી વર્ષો પહેલા ભગતસિંહ જેવા યુવકે તેમના જેવા વિચારને ઉત્તેજન આપ્યું હતું. ચે ગ્વારે 1959 માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની મુલાકાત પછી તેમણે લખ્યું, “કાહિરાથી અમે ભારતની સીધી ફ્લાઇટ લીધી.. 39 કરોડ વસ્તી અને 30 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર છે. અમારી યાત્રામાં  તમામ ટોચના ભારતીય રાજકારણીઓની મુલાકાત શામેલ છે. જ્યારે અમે ભારતથી પરત ફરી રહ્યા હતા ત્યારે સ્કૂલનાં બાળકોએ અમને વિદાય આપી હતી તે સૂત્ર આ છે – ક્યુબા અને ભારત ભાઈ ભાઈ. સાચે જ, ક્યુબા અને ભારત ભાઈઓ છે.

બંને વચ્ચેની સૌથી મોટી સમાનતા એ છે કે, તેમના વિચારોથી કરોડો યુવાનો પ્રભાવિત થયા. આ બંને ક્રાંતિકારીઓના વિચારો ફક્ત તેમના દેશના યુવાનો સુધી મર્યાદિત ન હતા, પરંતુ અન્ય દેશોએ પણ તેમના વિચારોથી પ્રભાવિત થઈને તેમનું સન્માન કર્યું હતું. આજે પણ આવા ઘણા યુવાનો છે જેમને ચે અને શહીદ ભગત સિંહ વિશે વધારે ખબર નથી, તેમ છતાં તેઓ તેમને પસંદ કરે છે. આ બંને યુવાનોને પ્રભાવિત કરે છે અને તેમને તેમના હક માટે અવાજ ઉઠવવા માટે પ્રેરણા આપવી એ તેનો મોટી સમાનતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *