KBCના નામે ફોન આવે તો ચેતીજજો: ગરીબ યુવાન સાથે થયું એવું કે.., ગળેફાંસો ખાઈને આપઘાત કરવા બન્યો મજબુર

હાલ આદિવાસી યુવાનના પ્રેમલગ્નના 4 મહિના બાદ કોઈ અગમ્ય કારણસર આંબાની વાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં આ…

હાલ આદિવાસી યુવાનના પ્રેમલગ્નના 4 મહિના બાદ કોઈ અગમ્ય કારણસર આંબાની વાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં આ યુવકના ફોન પર KBCના નામે રૂપિયા 25 લાખનું ઇનામ લાગ્યું હોવાનું કહી વિશ્વાસમાં લઈ ટેક્સના નામે નાણાં ભરવાનું જણાવતાં રૂપિયા 1.36 લાખથી વધુ રકમ ઓનલાઇન જમા કરાવવા છતાં પણ નાણાંની વધુ માગ કરાઈ હતી, જેથી દેવું થઈ જતા આ આદિવાસી યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કામગીરી  હાથ ધરી છે.

નિરલ નાનુભાઈ હળપતિ માતાપિતા સાથે રહેતો હતો અને શોપિંગ સેન્ટરમાં કામ કરતો હતો. તેણે 4 મહિલા પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તે 10મી માર્ચે સવારે ઘરેથી કામ પર જવા નીકળી ગયો હતો. તેની લાશ સંતોષભાઈની વાડીમાં લટકતી જોવા મળી હતી. આ બાબતે સ્થાનિકો દ્વારા ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં બીજા દિવસે નવો વળાંક આવ્યો હતો, જેમાં નિરલ હળપતિએ દેવું વધી જતાં આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, KBCના નામે 25 લાખ જીત્યા છો એમ અજાણ્યા લોકોએ ફોન પર વાતચીત કરીને ફોટા અને દસ્તાવેજો મગાવીને વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું સરકારી પ્રમાણપત્ર બનાવી આપીને ટેક્સના નામે નાણાંની ઉઘરાણી ફોન પર ચાલુ કરી હતી. જેમાં આ યુવાને ટુકડે ટુકડે અને લોકો પાસે ઉધાર માગી રૂપિયા 1.39 લાખ જેટલી રકમ અરુણ ગોબિંદ નામની વ્યક્તિના ખાતામાં ઓનલાઇન ભર્યા હતા. જેકપોટનાં નાણાં જમા ન થતાં નાણાભીડમાં આવી છેવટે 22 વર્ષીય નિરલ હળપતિએ જીવન ટૂંકાવ્યું હોવાનું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું.

નિરલ હળપતિને એક ફોન આવ્યો હતો, જેમાં સોશિયલ મીડિયામાં કોન બનેગા મહાકરોડપતિ સ્કીમમાં કમ્પ્યુટરમાં તમારા નંબરને રૂપિયા 25 લાખનું ઇનામ લાગ્યું છે, એમ જણાવી પોતાની ઓળખ અરુણ તરીકે આપી તમે ઇનામ બાબતે કોઈ જાહેરાત કરશો નહીં અને જાણ કરશો તો તમારો નંબર કોઈ બંધ કરી તેમના નામે કરાવી લેશે અને ઇનામની રકમ તેમના ખાતામાં જમા થશે. જેથી આ વાત કોઈને કહેતા નહીં, એમ કહીને વિશ્વાસમાં લીધો હતો.

ભેજાબાજ અરુણ ગોબિન નામના શખસે પોતાની જાતને ઓફિસર અને તેમની ઓફિસ KBC જેવી વીડિયોમાં બતાવી હતી અને આ ઓફિસની કામગીરીની ઝાકમઝોળ બતાવી નિરલને ફસાવ્યો હતો. આજે સ્માર્ટ મોબાઈલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો અમુક લોકો છેતરપિંડી કરવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા આવ્યા છે. સાયબર ક્રાઇમની ઘટના નોંધાય છે પણ એ બાબતે યોગ્ય તંત્ર ન હોય અને કાયદા પણ નવા બન્યા ન હોઈ, ભેજાબાજો છેતરપિંડી કરીને સાયબર ક્રાઇમને અંજામ આપે છે, જેમાં ઓછું ભણેલા ફસાય એવું નથી, શિક્ષિત લોકો પણ ફસાય છે. મોટા ભાગની ઘટનામાં ફરિયાદ થતી નથી. નિરલ હળપતિના આપઘાતનું કારણ સાયબર ક્રાઇમ હોય શકે. સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિના કાર્યક્રમ ખૂબ ઓછા થાય છે.

વળી, નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જુદું સેલ નથી. કેટલાક પોલીસકર્મીને તાલીમ આપવામાં આવે છે, પણ સાયબર ક્રાઇમની ઘટના અટકતી નથી અને સામાન્ય પરિવારના લોકો દેવું કરી અંતે પોતાનું જીવન સંકેલી લે છે. આ બાબતે સાયબર ક્રાઇમ અલગ વિભાગ અને અલગ સ્ટાફ હોવો જોઈએ.નિરલ હળપતિ પર સોશિયલ મીડિયામાં નંબર સિલેક્ટ થઈ રૂ. 25 લાખનો જેકપોટ લાગ્યો છે તેમ વિશ્વાસમાં લઇ આ યુવાનના ફોટા અને દસ્તાવેજો મગાવી પ્રમાણપત્ર બનાવી આપ્યા હતા, જેને લઈ ભેજબાજોએ વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું 25 લાખનું પ્રમાણપત્ર પણ બનાવીને મોકલ્યું હતું, જેમાં નિરલનો ફોટો અને સિક્કા પણ લગાવ્યા હતા.

નિરલ હળપતિને લાલચ આપવા માટે પહેલા ભેજાબાજોએ 25 લાખ રોકડા ગણતા હોય અને આ નાણાં તમારા ખાતામાં મોકલવાની પ્રોસેસ શરૂ છે એમ જણાવી વીડિયો મોકલ્યો હતો. નિરલને વિશ્વાસ આવે એ માટે રૂ. 25 લાખ જીત્યાનું પ્રમાણપત્ર બનાવીને અપાયું હતું, જેના ઉપર નિરલનો ફોટો અને કંપનીના સંચાલકોની સહી હતી. કોલકાતાના અરુણ ગોબિન નામના શખસે પોતાની ઓળખ આપીને નિરલ વિશ્વાસમાં આવે એ માટે તેનો આધાર કાર્ડ પણ મોકલ્યો હતો. દિવસમાં વારંવાર ફોન કરી નાણાં તેના SBIના ખાતામાં ઓનલાઇન ભરે તો કાર્યવાહી ઝડપથી થાય એ માટે પ્રલોભન આપતો હતો. નિરલે રૂ. 1.39 લાખ જેટલી રકમ ટુકડે ટુકડે અરુણ નામના ભેજાબાજના ખાતામાં ઓનલાઈન ભરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *