સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે. કેટલાંક લોકો વિડીયો જોઇને આશ્વર્યચકિત થઈ જશે. હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈ એક જાણકારી સામે આવી રહી છે. તમે ઘણીવખત ફિલ્મો અથવા તો TV સીરિયલમાં ચોકીદારને રાત્રે જોર-જોરથી ‘જાગતે રહો’ બોલતાં સાંભળ્યો હશે.
જેનો અવાજ સાંભળીને વિસ્તારમાં ફરતાં ચોર ડરીને ભાગી જતાં હોય છે પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં રાતની ચોકીદારી એક રીંછ પરિવાર કરી રહ્યો છે, તેને જોઈ ચોર તો શું કોઈપણ વ્યક્તિ ભાગી જતો હોય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.
Random night inspection. What’s happening in Hoooman world. @ipskabra pic.twitter.com/Xov0DmH6mg
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 28, 2020
આ વીડિયોમાં એક રીંછ રાત્રીનાં સન્નાટામાં તેના પરિવારની સાથે ફરતું જોવા મળે છે. રીંછ જાતે જ આગળ ચાલીને ખતરા વિશે જાણી રહ્યુ છે. ત્યારપછી પાછળથી બચ્ચાઓને ઈશારો કરીને આગળ વધવા માટે જણાવવામાં આવી રહ્યુ છે. હવે એ જાણ નથી કે, આ રીંછ જંગલમાંથી ભટકતું અહીં આવ્યું છે, કે ખરેખર તે વિસ્તારનાં ચોરોને ફસાવવાનું મન બનાવીને ત્યાં આવ્યુ હતુ.
લોકોને આ વિડિયો ખૂબ પસંદ પડી રહ્યો છે. આની સાથે જ પીળી દિવાલને જોઈ રહેલ રીંછના આ સુંદર બચ્ચા પણ ખુબ પસંદ આવી રહ્યાં છે. આ વીડિયોને IFS પરવીન કાસવાને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાથેના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, ‘યે રીંછ રાત્રિનું રેન્ડમ ઇન્સ્પેક્શન લેતા’.
લોકોને આ ક્યૂટ રીંછ પરિવારનો વિડિયો ખૂબ પસંદ પડી રહ્યો છે. કેટલાક લોકો આ અંગે રમુજી ટિપ્પણીઓ લખી રહ્યા છે કે, જ્યારે કેટલાક જંગલોના અભાવને લીધે આ પ્રાણીઓ હેરાન થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, કા તો માનવી તથા પ્રાણીઓ સમાન સ્થળે પોતાની જગ્યાએ રહી શકે છે, નહીં તો જો માનવી જંગલમાં પ્રવેશ કરશે તો પ્રાણીઓ પણ તેમના ઘરમાં પ્રવેશ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.