જાતીય શોષણ મામલે જામનગરની હોસ્પિટલમાં ઉગ્ર હોબાળો- CM રુપાણીએ આપ્યા તપાસના આદેશ

બુધવારે જામનગરની જીજી હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓનું શારીરીક શોષણ અને જાતીય સતામણી થતી હોવાનો સનસનીખેજ અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે જ રાજ્યભરમાં હોબાળો મચી જવા પામ્યો છે અને પાટનગર ગાંધીનગર પણ ખળભળી ઊઠ્યું છે.

જાણવા મળ્યું છે કે, બુધવારે સવારથી જ ખળભળી ઊઠેલી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી તથા આરોગ્ય સચિવ દ્વારા પણ સવારમાં જ જામનગર જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવ સાથે સીધી વાત કરતાં પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

આ ઉપરાંત, જામનગર શહેરનાં મહિલા સંગઠનો પણ આ બાબતે મેદાનમાં આવી ગયાં છે અને તેમણે વહીવટી તંત્રને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, 48 કલાકમાં કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરો તો મહિલા સંગઠનો હાથ જોડીને બેસી નહીં રહે.

મળતી માહિતી મુજબ, જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અટેન્ડન્ટ્સ યુવતીઓનાં થતાં યૌનશોષણ બાબતે મહિલા સંગઠનો ડિલાઇટ ક્બલ, ડિવાઇન ક્લબ અને સંસ્કૃતિ ફાઉન્ડેશન તથા કોર્પોરેટરો પણ મેદાન આવ્યાં છે. અને તેમણે ચીમકી આપી છે કે, 48 કલાકમાં નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરી તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો આમ નહીં કરાય તો 48 કલાક બાદ મહિલા સંસ્થાઓ દ્વાર અન્ય કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. આ અટેન્ડન્ટ્સ પૈકીની કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો મહિલા અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ અંગે મહિલા અટેન્ડન્ટ દ્વારા લગાવાયેલા ગંભીર આક્ષેપોના મામલાની મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આજે સવારે જામનગર કલેકટર સાથે ફોન પર વાતચીત કરી આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મુખ્યમંત્રીના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં પ્રાંત અધિકારી, એએસપી અને ડેન્ટલ કોલેજના ડીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કમિટી દ્વારા હાલ મહિલા અટેન્ડન્ટ્સનાં નિવેદન લેવાની શરૂઆત પણ કરવામાં આવી છે.

​​​​​જાણવા મળ્યું છે કે, કોવિડ હોસ્પિટલમાં જોડાયેલી હતી ત્યારે નાઇટમાં સુપરવાઇઝરો સહી કરવા આવે ત્યારે તેમને રિલેશન રાખો, એમ કહીને પર્સનલ લાઇફમાં ઇન્ટરફિયર કરતા. ફોન ચેક કરાતા અને ગમે ત્યારે ફોન કરતા. જે છોકરીઓ તેની વાત માનતી તેને સુપરવાઇઝરના હોદા પર રાખે અને મનફાવે તેમ કરી શકે.

હાલમાં પણ ઘણી અટેન્ડન્ટ્સ તરીકે છોકરીઓ નોકરીઓ કરે છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં અમને કાઢી મુકવામાં આવ્યા છે. અમારી માંગણી એટલી છે કે, પગાર કરી દેવામાં આવે અને આ જે કોઇ કાંડ સુપરવાઇઝરો કરી રહ્યા છે તેમની સામે પગલાં લેવામાં આવે. સુપરવાઇઝર તો ઘણા છે, પણ તેમનાં નામ લેવાની અમને ના પાડવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીનો મારા પર ફોન આવ્યો અને આરોગ્ય કમિશનરનો પણ ફોન આવ્યો અને જે કંઇ છે એ તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતે અમે તાત્કાલિક એક કમિટીની ગઠન કર્યું છે. જેમાં પ્રાંત અધિકારી, એએસપી અને મેડિકલ કોલેજના ડીન રહેશે.

આ ઉપરાંત, આ લોકોએ સવારે પણ છોકરીઓનાં નિવેદન લીધા છે તેમજ બપોર પછી પણ નિવેદનો લેવામાં આવશે. જે અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે તેમનાં નિવેદનો હજુ બાકી છે. આ બાબતે હકીકત જાણવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતની ગંભીર નોંધ ગૃહમંત્રી દ્વારા પણ લેવામાં આવી છે. અને મંત્રીઓ દ્વારા પણ તટસ્થ તપાસ થાય એવી સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *