ભારતમાં આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિથી 27.10 કરોડ લોકો ગરીબીની સીમામાંથી બહાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરુવારા જાહેર કરેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2006 અને 2016 વચ્ચે 27.10 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે. રસોઈ બનાવવાનું ઈંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રોમાં મજબૂત સુધારા સાથે વિભિન્ન સ્તરો પર ગરીબીના ગ્લોબલ ઈન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનીશિએટિવ દ્વારા તૈયાર કરેલા ગ્લોબલ મલ્ટિડાઇમેન્સિનલ પોવર્ટી ઇન્ડેક્સ (MPI) રિપોર્ટ પ્રમાણે વર્ષ 2005-2006માં દેશમાં 64 કરોડ (55.1 ટકા) લોકો ગરીબ હતા. જે જનસંખ્યા ઘટીને 2015-16માં ઘટીને 36.9 કરોડ(27.9 ટકા) થઈ છે. ભારતની એમપીઆઈ વેલ્યુ 2005-2006ના 0.283થી ઘટીને 2015-16માં 0.123 રહી છે. એમપીઆઈમાં કુલ 10 માપદંડ સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગરીબીમાં ઘટાડા મામલે સર્વાધિક સુધાર ઝારખંડમાં જોવા મળ્યો છે. ત્યાં વિવિધ સ્તરો પર ગરીબી 2005-2006માં 74.9 ટકાથી ઘટીને 2015-2016માં 46.5 ટકા થઈ છે.
રિપોર્ટમાં વિશ્વના 101 દેશોના 1.3 અબજ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં 31 ઓછી ઉંમરવાળા, 68 મધ્યમ ઉંમર વાળા અને 2 ઉચ્ચ આવક વાળા દેશ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.