પહેલા તો માતાજીના દર્શન કર્યા અને પછી દાગીના લઈને થઇ ગયો ફરાર- સુરતમાં લાઈવ ચોરીનો વિડીયો થયો વાયરલ

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે પરંતુ આજે એક મંદિરમાં તસ્કરોએ લુંટ કરી છે. સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દરમિયાન ભગવાનના મંદિરો પણ તસ્કરોએ છોડ્યા નથી. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી કરવા આવેલા તસ્કરોને માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની મૂર્તિ ઉપર રહેલા દાગીનાની ચોરી કરી હતી. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

મંદિરમાં તસ્કરો ચોરી કરવા તો જાય છે પણ ચોરી કરતા પહેલા માતાના ભક્ત પહેલા માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ માતાજીની મૂર્તિ પર રહેલા દાગીનાની ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે, વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના નજીકમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી મીડિયામાં વાઇરલ થયા ત્યારે તેમની ભક્તિ જોઈને લોકો પણ એક વખત દંગ થઈ ગયા હતા.

જે માતાજીના દાગીનાની ચોરી કરવા પહેલા તે માતાજીનું દર્શન કરે છે તેમની ભક્તિ કરે છે અને ત્યારબાદ ચોરી કરે છે. આ સમગ્ર ઘટના કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ ગયા છે. જોકે, સીસીટીવી વાઈરલ થતાની સાથે જ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *