પ્રેમસંબંધની લ્હાયમાં 5 વર્ષીય બાળકને ઝેરી દવા આપીને ઉતારી દીધો મોતને ઘાટ- જાણો ક્યાંની છે ઘટના

હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના રાજ્યના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. શહેરમાં જ રહેતી માતાએ…

હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના રાજ્યના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. શહેરમાં જ રહેતી માતાએ પ્રેમીની સાથે મળીને ફક્ત 5 વર્ષીય દીકરાને ઝેરી દવા આપીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. આની સાથે મૃતદેહને ગોંડલ નજીક દફનાવ્યો હોવાનું અજાણ્યા શખ્સે  જણાવ્યું છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે, રાજકોટ શહેરમાં આવેલ માંડા ડુંગર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ગોંડલમાં રહેતા હિતેશની સાથે થયા હતા. ગત ફેબ્રુઆરી માસમાં યુવતી પોતાના પિયર રાજકોટઆવી ત્યારે તેના પ્રેમીને મળતી હતી પણ આ પ્રેમસંબંધમાં વચ્ચે 5 વર્ષીય દીકરો આવતો હતો.

જેને લીધે માતાએ જ પોતાના જ બાળકને પતાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. જેના ભાગરૂપે ગત ફેબ્રુઆરીમાં યુવતીએ પોતાના દીકરાને ઝેરી ટીકડા ખવડાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને રાજકોટમાં દફન કરવામાં આવે તો સંબંધીઓને ખબર પડી જશે.

જેને લીધે પોતાના પ્રેમીની સાથે મળીને બાળકનાં મૃતદેહને ગોંડલ લઈ જઈને ત્યાં દફનાવી દેવામાં આવ્યો હતો .આ ઘટનાને દોઢ મહિના જેટલો સમય વિતી ગયાં બાદ અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી. આ અરજીમાં યુવતીએ તેના દીકરાની પ્રેમી માટે હત્યા કરી હોવાનું તેમજ લાશને દફનાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગોંડલ પોલીસને મળેલ અરજી સંદર્ભે તેમણે બંને પ્રેમીઓની પુછપરછ કરતાં સમગ્ર ઘટનાની જાણ રાજકોટ આજીડેમ પોલીસને થઈ હતી. પોલીસે બાળકનો મૃતદેહ બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલમાં આની સાથે જ  પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી હત્યાની કલમ ઉમેરાઇ શકે છે તેવું પોલીસ સૂત્રોનું જણાવવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *