જમીનની અંદરના રહસ્યને કોઈ સમજી શકશે નહીં. જ્યાં ઘર હતું અને તે વ્યક્તિ નિરાંતે જીવી રહ્યો હતો, એક દિવસ સફાઈ કરતી વખતે તેની નજર અચાનક ફ્લોરના તે ભાગ પર પડી જ્યાં એક ઊંડો કૂવો હતો. જ્યારે આ વ્યક્તિએ ત્યાં ખોદકામ કર્યું, ત્યારે તેમાં 500 વર્ષ જૂની વિચિત્ર વસ્તુઓ બહાર આવી.
ઇંગ્લેન્ડના પ્લાઈમાઉથનો રહેવાસી 70 વર્ષીય કોલિન સ્ટીયરને કોઈ ખ્યાલ નહોતો કે તેના મકાનમાં આટલો ઊંડો કૂવો હોઈ શકે. તેના મતે આ ઘર 1895 ની આસપાસ બાંધવામાં આવ્યું હતું. વર્ષ 1988માં તે આ મકાનમાં સ્થળાંતર થય હતા. કોલિને જણાવ્યું કે, 10 વર્ષ પહેલાં જ્યારે તે ઘરને સુશોભિત કરવાનું કામ કરતો હતો, ત્યારે બારીની નજીકનો ફ્લોર ડૂબી ગયો હોય તેવું લાગ્યું. તેને લાગ્યું કે, જાણે અહીં કોઈને દફનાવવામાં આવ્યું હશે અથવા ત્યાં સિંકહોલ હશે.
તેણે કહ્યું કે, શંકાઓને દૂર કરવા માટે, તેણે અહીં ખોદવાનું નક્કી કર્યું. ખોદકામમાં સદીઓથી જૂની તલવારો, સિક્કાઓ અને વીંટીઓ કૂવાની અંદરથી મળી આવી છે. તેણે કહ્યું કે, કૂવામાં અંદરથી મળેલી વસ્તુઓ બતાવે છે કે આ કૂવો લગભગ 500 વર્ષ જૂનો હોઈ શકે છે. ધ સનનાં અહેવાલ મુજબ સ્ટીયરે જણાવ્યું હતું કે, કૂવો લગભગ 17 ફુટ ઊંડો અને લગભગ ચાર-પાંચ ફૂટ પહોળો છે. તેણે જણાવ્યું કે, આ કૂવામાં લગભગ પાંચ ફૂટ જેટલું ખોદકામ કર્યું ત્યારે તેમાંથી એક જૂની તલવાર મળી આવી. આ પછી 1725નો સિક્કો પણ મળી આવ્યો. આ ઉપરાંત આ કૂવામાંથી એક વીંટી પણ મળી આવી છે.
17 ફુટ નીચે પહોંચતા જ કૂવાના અંદરથી પાણી નીકળ્યું, ત્યાબાદ ખોદકામ ચાલુ રાખ્યું તો ત્યાંથી કાદવ નીકળી રહ્યો છે. આવી સ્થિતિમાં વધુ ખોદવું ખૂબ મુશ્કેલ છે. જો કે કૂવામાંથી નીકળેલા પાણીની તપાસ કરવામાં આવી હતી, તે પછી તે પાણી એકદમ સારું હતું. તેમણે કહ્યું, ‘હું પાણીની બેક્ટેરિયલ પરીક્ષણ કરવા જઇ રહ્યો છું અને જો બધુ બરાબર થઈ જાય તો હું આ પાણીને પેક કરીને વેચી શકું છું.’ કોલિને કહ્યું કે, ‘હજી પણ ખાતરી નથી થઇ કે કૂવો ત્યાં કેમ છે?’
કોલિને જણાવ્યું કે, “આપણે જૂના નકશાઓ પર ધ્યાન આપ્યું છે અને તેના મૂળને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે વિશે કોઈ ખાસ માહિતી મળી નથી, પરંતુ તેના વિશાળ કદને કારણે, અમે અનુમાન કરીએ છીએ કે તેનો ઉપયોગ પ્રાણીઓને ખવડાવવા માટે કરવામાં આવ્યો હતો અથવા બે થી ત્રણ પરિવાર માટે કરવામાં આવતો હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.