ગુજરાત રાજ્યના અમદાવાદમાં આ વખતે અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાશે કે નહિ તે મુદ્દા અંગે હાલ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. જોવા જઈએ તો હાલમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે. પરંતુ બીજી બાજુ ત્રીજી લહેર આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે અને તબીબો અને વૈજ્ઞાનિકોએ પણ ત્રીજી લહેર અંગે ચેતવણી આપી છે. પરંતુ હજુ પણ અમદાવાદ શહેરમાં ભગવાન જગ્ગનાથજીની રથયાત્રા યોજાશે કે નહિ તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે.
ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઈએ એક દિવસના ટૂંકા ગુજરાત પ્રવાસે આવશે અને ભગવાન જગ્ગનાથજીની રથયાત્રાના દિવસે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પોતાના પરિવાર સાથે મંગળા આરતીમાં ઉપસ્થિત રહે છે. ત્યારે આ વર્ષે પણ તેઓ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.
મહત્વનું છે કે, હાલમાં જ થોડાક દિવસો પહેલા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેઓ આવીને ત્રણ ઓવરબ્રિજોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ફરી એક વાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 જુલાઈએ એક દિવસના ટૂંકા ગુજરાત પ્રવાસે આવશે અને ભગવાન જગ્ગનાથજીની રથયાત્રાના દિવસે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું કોરોનાની મહામારી વચ્ચે પણ અમદાવાદની રથયાત્રાને મંજૂરી મળશે કે કેમ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.