સુરતમાં 175 કિલોના વ્યક્તિને વજન ઘટાડવાની દવા લેવી પડી ભારે, 24 કલાકમાં જ બની એવી ઘટના કે…

હાલ સુરત શહેરમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી ઘરે ગયેલા જમીન દલાલનું 24 કલાકમાં જ શંકાસ્પદ મૃત્યુ…

હાલ સુરત શહેરમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરાવી ઘરે ગયેલા જમીન દલાલનું 24 કલાકમાં જ શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું હતું. 38 વર્ષના મુન્નાસિંગ રજાપૂતનું વજન 175 કિલો જેટલું હતું. હાલ મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પરિવારનો આરોપ હતો કે, ડોક્ટરો દ્વારા એનેસ્થેસિયાના વધારે ડોઝ આપવાના કારણે મોત નીપજ્યું છે.

જાણવા મળ્યું છે કે, ડીંડોલી વિસ્તારમાં આવેલા અયોધ્યનગરમાં મૂળ યુપીનો વતની મુન્નાસિંગ વિસર્જન સિંગ રાજપૂત માતા-પિતા, નાના ભાઈ અને પત્ની તેમજ બે સંતાન સાથે રહેતો હતો અને જમીન દલાલીનું કામ કરતો હતો. મુન્નાસિંગનું વજન 165-175 કિલો હોવાથી હેરાન હતા. બુધવારે અડાજણની ખાનગી હોસ્પિટલમાં વેઇટ લોસ માટે શારીરિક તપાસ કરવવામાં આવી હતી. જ્યાં એનેસ્થેસિયા આપી તમામ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ઘરે ગયા બાદ ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી.

અડાજણના ડોક્ટરને ફોન કરી તકલીફ કહેતા ડોક્ટર દ્વારા નજીકની હોસ્પિટલનું નામ સરનામું આપી ત્યાં લઈ જવા સલાહ આપવામાં આવી હતી. નજીકની હોસ્પિટલમાં ફોન કરી જાણ કરતા ગુરુવારે સાંજે 4 થી 7માં આવવા માટે એપોઇનમેન્ટ અપાઈ હતી. ગુરુવારે 3 વાગ્યા સુધી મુન્નાસિંગ તેમના મિત્રો સાથે હતા. ત્યારબાદ મિત્રો ઘરે ગયા બાદ સાંજે 5 વાગે પરત આવ્યા હતા. પરિવારે કહ્યું કે, તેઓ સૂતા છે એટલે મિત્રો જગાડવા ગયા તો જાગ્યા નહીં.

ત્યારબાદ મુન્નાસિંગને 108માં સિવિલ લાવ્યા તો મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આજે પરિવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગ કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ સાથે ડીંડોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરિવારનું કહેવું છે કે, એનેસ્થેસિયાનો વધારે ડોઝ અપાયો હોય શકે એવું માનવું છે. પોસ્ટમોર્ટમમાં તમામ હકીકત બહાર આવી જશે, અમને ન્યાય જોઈએ. પ્રેશર નહીં, સુગર નહીં અને હરતા ફરતા મુન્નાભાઈ વેઇટ લોસ માટે ગયા અને શારીરિક તપાસ બાદ મોતને ભેટતા એક આશ્ચર્ય ઉભું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *