અમદાવાદ-ભાવનગર હાઈવે પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ઘટના સ્થળે જ આટલા લોકોના મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના  ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.…

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના  ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં 5 વ્યક્તિ સવાર હતા જેમાંથી 2ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે (Ahmedabad Bhavnagar highway) પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત (accident) થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા (telangana) પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.

બનાવની પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર, ભાવનગર અમદાવાદ હાઇવે પર પીપળી વટામણ રોડ પાસે એક ટ્રક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો, જે ધડાકાભેર સામેથી આવતી કાર સાથે અથડાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર કાર તેલંગણા પાસિંગની છે.

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થેલ પહોંચી ગઈ હતી અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર જણાતા ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે 2ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *