તાજેતરમાં સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને અઠવાડિયા અગાઉ રાત્રેના બારેક વાગ્યાના આરસામાં તેના પ્રેમી સાથે ઝડપી પાડવામાં આવી હતી. પ્રેમીએ બોલાવતા પરિણીતા ઘરની બહાર મળવા આવી હતી. પ્રેમી પરિણીતાનો હાથ પકડી ચુંબન કરતો હતો તે વખતે જ પતિએ બંને જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ લઈ યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.
હાલ સુરતમાં સતત મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે. જોકે, મહિલા સાથે શારીરિક છેડતી સાથે દુષ્કર્મની ઘટનાઓમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેને લઈને પોલીસ પણ સતત દોડતી રહે છે. આ દરમિયાન સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની 24 વર્ષીય પરિણીતાને 23 તારીખે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં રાકેશ રાજપુતએ ઘરની બહાર બોલાવી તેનો હાથ પકડી ચુંબન કરી છેડતી કરી હતી.
આ અંગે છ દિવસ પછી ગઈકાલે રાકેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા રાકેશ સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે પોલીસની તપાસમાં અને રાકેશની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી. જાણવા મળ્યું છે કે, રાકેશ શાકભાજી વેચે છે અને પરિણીતા અવારનવાર તેની પાસે શાકભાજી લેવા માટે આવતી હતી. આ દરમિયાન બંને જણા એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને પ્રેમસંબંધ બંધાયો હતો.
જયારે રાકેશ પરિણીતાને મળવા માટે ગયો હતો ત્યારે પરિણીતાના પતિએ બંને જણાને ઝડપી પાડ્યા હતા. જોકે, રાકેશ તે સમયે ત્યાંથી ભાગી ગયો હતો. પરિણીતાનો પ્રેમસંબંધ સામે આવી જતા તેને તેના પતિથી બચવા માટે ખોટી વાર્તા કરી હોવાની વિગત બહાર આવતા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.