શાળાનાં આચાર્યાએ 4 પાનાંની સુસાઇડ નોટ લખીને કરી આત્મહત્યા, શૌચાલયમાંથી મળ્યો મૃતદેહ

વડોદરાના છોટાઉદેપુર જિલ્લાના કુકરદા સરકારી માધ્યમિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગઈ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી 4 પાનાંની સુસાઇડ નોટ પણ બરામત કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના માલપુરનાં રહેવાસી ભાવનાબેન ડામોર નસવાડી તાલુકાના કુકરદા સરકારી માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલની નોકરી કરતા હતા. અને પતિ તથા બે બાળકો સાથે રહેતાં હતાં. ભાવનાબેને શાળાના શૌચાલયમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ મહિલાનાં પરિવારજનોને જાણ કરી હતી. નસવાડી પોલીસે ઘટનાસ્થળેથી 4 પાનાંની સુસાઇડ નોટ પણ જપ્ત કરી હતી.

તેનાં માતા-પિતા કુકરદા ગામ આવવા રવાના થઇ ગયા હતા. આ મહિલાના લગ્ન 10 વર્ષ પહેલાં જયદીપ ડામોર સાથે થયા હતા. કુકરદા ગામમાં છેલ્લાં 4 વર્ષથી રહેતા હતા. મહિલાએ આજે સવારે બે સગાંના જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા પાઠવી હતી અને વ્હોટ્સએપમાં સવારે 10:25નું તેમનું લાસ્ટ સીન બતાવે છે.

મૃતક મહિલા પ્રિન્સિપાલના પતિ જયદીપ ડામોરે જણાવ્યું હતું કે, ઘરમાં કોઇપણ પ્રકારના પ્રોબ્લમ નહોતા. જોકે  પ્રિન્સિપાલને હજુ 4 જ મહિના થયા હતા. તે દરમિયાન મહિલા સ્ટ્રેસમાં રહેતી હતી, જેને કારણે આ પગલું ભર્યું હશે તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *