બે વર્ષથી સતત પેટમાં દુખાવો થતો હતો, ડોક્ટર પાસે જતા પેટમાંથી નીકળ્યું એવું કે.., જાણીને ડોક્ટર પણ ચોકી ઉઠ્યા 

મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશમાંથી એક ખુબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં 35 વર્ષીય યુવકના શરીરમાં એક અજીબ પ્રકારનો કીડો નીકળ્યો છે. આ યુવકને છેલ્લાં બે વર્ષથી પેટમાં સતત દુ:ખાવો થતો હતો. તેણે ડોક્ટર પાસેથી દવા પણ લીધી હતી. અસહ્ય પીડાથી તે ખુબ જ ટળવળતો હતો.

આ સંજોગોમાં સાપ જેટલા કદનો એટલે કે, આશરે દોઢ ફૂટ લાંબો કીડો તેના મોઢામાંથી નીકળ્યો હતો. ડોક્ટરને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેઓ આ બાબતને પણ સમજી શક્યા ન હતા. બીજી બાજુ રીવા મેડિકલ કોલેજના ડીનએ આ કીડાને રાઉન્ડ વર્મ તરીકે ગણાવ્યો છે.

ખાનગી ક્ષેત્રના અગ્રણી તેમજ દોઢ વર્ષથી નાગોદમાં કોરોના સારવાર સાથે જોડાયેલા ડો.એસએન સિંહ પાલે જણાવ્યું હતું કે, દર્દી શાન મોહમ્મદનો 35 વર્ષનો દીકરો વસીમ મોહમ્મદ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ભઠિયા ગામમાં રહે છે. દર્દીએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી તેના પેટમાં ખૂબ દુ:ખાવો થતો હતો. આ ઉપરાંત તેને ભૂખ પણ લાગતી ન હતી અને શરીરમાં સતત નબળાઈ અનુભવતો હતો.

મળતી માહિતી મુજબ, ડો. એસએન સિંહ પાલે શરૂઆતમાં આ ઘટના સમજાવતા પેટના કીડા મારવાની દવાઓ આપવામાં આવી હતી. જેવી દવાની અસર થઈ એ સાથે જ પેટમાંથી સાપ આકારનો દોઢ ફૂટનો કીડો નીકળ્યો હતો. ત્યારબાદ તેમણે આ કીડો એક બોટલમાં ભરી દીધો હતો અને જણાવ્યું હતું કે, પેટમાંથી નીકળેલા કીડાની લંબાઈ આશરે દોઢ ફૂટ છે, જે હજુ પણ જીવિત અવસ્થામાં છે અને તે મૂવમેન્ટ પણ કરે છે.

કોઈ તેને નુકસાન ન કરે એ માટે એને એક બોટલમાં ભરીને રાખવામાં આવ્યો છે. આ અંગે રીવા શ્યામ શાહ મેડિકલ કોલેજના ડીન ડો.મનોજ ઈંદુલકરે કહ્યું હતું કે, આ રાઉન્ડ વર્મ એટલે કે ગોળ કૃમિ (સામાન્ય રીતે અળસિયા જેવું દેખાય છે) હોઈ શકે છે. તેમને જણાવ્યું કે, આ પ્રકારના કીડા નીકળવા એ સામાન્ય વાત છે. મેડિકલ સાયન્સમાં આ પ્રકારના કેસ અગાઉ પણ આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *