સુરત શહેરમાં અને જીલ્લામાંથી ઘણા બુટલેગરના વિડીઓ સામે આવી રહ્યા છે. સુરત જીલ્લાના કુખ્યાત બુટલેગર કેયુર ભંડેરીનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સુરત જીલ્લામાં કુખ્યાત બુટલેગર હોવા છતાં પણ બેફામ રીતે પોતાની જ મસ્તીમાં ફરી રહ્યા છે. બીયર અને દારૂના ટીનને હાથમાં લઈને સરેઆમ આ રીતે કાયદાને લજવે તેવો એક વિડીઓ વાયરલ થયો છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા દારૂબંધી કરવામાં આવી છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જાણે કે બુટલેગરોને કોઈ કાયદો કે વ્યવસ્થાનો દર ન હોય તેવું લાગી રહ્યું છે. બુટલેગર અને તેમના મિત્રો જાહેર સ્થળો પર ખુલેઆમ દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત બુટલેગરો દ્વારા ખુલેઆમ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને તેમની સાથે દારૂની પાર્ટી પણ કરી રહ્યા હોય તેચા વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો પ્રતિબંધ હોવા છતાં પણ બુટલેગરો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોતાનો જન્મદિવસ મોદી રાત સુધી જાહેરમાં ઉજવતા નજરે ચડી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે, લિસ્ટેડ બુટલેગર હોવા છતાં પણ ખુલેઆમ જાહેર સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમ કરી રહી છે અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે તે કેટલું યોગ્ય. આ પરથી કહી શકાય કે સુરત પોલીસ શા માટે કોઈ પ્રકારના પગલા નથી લેતી.
બુટલેગરો બેફામ બની રહ્યા છે અને સાથે સાથે આ બુટલેગરોને પકડવા માટે પોલીસને સફળતા મળી રહી છે. ખુલ્લેઆમ અને જાહેરમાં દારૂનો વેપલો ચલાવી રહેલા બુટલેગરોને સ્થાનિક પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે. એટલું જ નહિ પરંતુ જાહેર સ્થળો પર ડીજેના તાલે અને હાથમાં દારૂની બોટલ લઈને નાચતા જોવા મળી રહ્યા છે.
બે દિવસ અગાઉ જ સુરત શહેરમાં રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં કુખ્યાત ગણાતો બુટલેગર વલ્લીઉલ્લાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હોવાનો વિડીઓ વાયરલ થયો હતો. આ વિડીઓ 28 જૂનની રાત્રિનો હોવાનું માની રહ્યું છે. સાથે બુટલેગરોના સમર્થકોએ રેલ્વે સ્ટેશનની નજીક પાર્સલ ઓફીસ ખાતે ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.