અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન અમદાવાદના શિવરંજની ખાતે 30મી જૂનના રોજ થયેલા ‘હિટ એન્ડ રન’ કેસ મામલે પર્વ શાહની એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા બીજી કારમાં રહેલા ધીર પટેલ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ પોલીસે ધીર પટેલની પણ ધરપકડ કરી હતી.
એવી પણ માહિતી મળી છે કે, ધીર પટેલની ગાડીમાં કોઈ ખાખી ડ્રેસમાં પોલીસ કર્મચારી કે હોમગાર્ડ હોવાનું નિવેદન પોલીસ ચોપડે નોંધાયું છે. એવું કહેવામાં આવ્યું છે કે, ગાડીમાં બેઠેલા પોલીસ જેવા દેખાતા જવાને જ ધીર પટેલને પર્વ પટેલની ગાડીનો પીછો કરવાનું કહ્યું હતું. હાલ પોલીસ એ તપસમાં લાગી છે કે, ખાખી કપડામાં ધીર પટેલની ગાડીમાં રહેલા વ્યક્તિઓ કોણ હતો તેમજ તેઓ પર્વ શાહની ગાડીનો શા માટે પીછો કરી રહ્યા હતા?
હાલમાં અમદાવાદના હિટ એન્ડ રન કેસમાં મોટો ખુલાસો થયો છે. શિવરંજની હિટ એન્ડ રનમાં બીજી કાર પણ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવી છે. બ્લેક કલરની વેન્ટો કાર અને ચાલકની ઓળખ થઈ ગઈ છે. આ બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીર પટેલ હોવાનું સામે આવ્યું છે. કાર મળતા આ કેસમાં નવો વળાંક પણ સામે આવ્યો છે. કારમાં એક પોલીસકર્મી કે હોમગાર્ડ જવાન હોવાની શક્યતા છે. બનાવના દિવસે ધીર થલતેજથી પોતાના ઘરે જઈ રહ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ધીર પટેલ બ્લેક કલરની વેન્ટો કાર લઈને થલતેજ તેની બહેનના ઘરેથી પરત ફરીને ઇન્કમટેક્સ ખાતે પોતાના ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન તેણે કારમાં પોલીસકર્મી કે હોમગાર્ડ જવાનને બેસાડ્યો હતો. ધીર પટેલના કહેવા પ્રમાણે તે આ વ્યક્તિને ઓળખતો નથી. બીજી તરફ આ કેસનો મુખ્ય આરોપી પર્વ પટેલ સતત એવું રટણ કરી રહ્યો છે કે, પોલીસની ગાડી પીછો કરી રહી હોવાનું લાગતા તેણે કાર પૂર ઝડપે હંકારી હતી. પર્વ સાથે ગાડીમાં રહેલા તેના ત્રણ મિત્રો પણ આ જ વાતનું રટણ કરી રહ્યા છે.
શિવરંજની હિટ એન્ડ રન કેસના આરોપી પર્વ શાહ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા પર્વ શાહ સામે તપાસના અંતે આઈપીસીની કલમ 304 સાઅપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પંચોને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કોર્ટ દ્વારા પર્વ શાહને એક દિવસના રિમાન્ડ પર સોપવામાં આવ્યો હતો.
ગુરુવારે આરોપી પર્વ શાહને એક દિવસના રિમાન્ડ બાદ આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટ દ્વારા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં 28 જૂનના રોજ મોડી રાત્રે શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.
જેમાં પાર્થ શાહ નામના નબીરા દ્વારા પૂર ઝડપે કાર ચલાવીને ફૂટપાથ પર ઊંઘી રહેલા ચાર લોકોને કચડી નાખવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.