જામનગર(ગુજરાત): આજકાલ અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. લોકો આડેધડ વાહન ચલાવીને અનેક વાહનોને અડફેટે લેતા હોય છે. આવી ઘટનાઓમાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. આ દરમિયાન જામનગરમાંથી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક દિવ્યાંગ એક્ટિવા ચાલકને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેથી કારની ટક્કરથી એક્ટિવા ચાલક દિવ્યાંગ રોડ પર પટકાયા હતા.
આ દરમિયાન ટક્કર મારીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે. આ ઘટના જોઈને સ્થાનિક લોકો તરત દિવ્યાંગ માણસની મદદ કરવા આવે છે. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે જામનગર શહેરમાં નુરી ચોકડી નજીક અકસ્માતની ઘટના બની હતી. અહીં ચોકડી પાસે જઈ રહેલા દિવ્યાંગના એક્ટિવાને કાર ચાલકે અડફેટે લીધા હતા અને ટક્કર મારીને કાર ચાલક ત્યાથી ફરાર થઇ ગયો હતો.
ઘટનાને જોતા તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠાં થઇ ગયા હતા. અને દિવ્યાંગ વ્યક્તિને ઉભા કરીને એક્ટિવા બાજુએ કર્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના ચોકડી પર લાગવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે, એક સફેદ કલરના એક્ટિવા ઉપર એક દિવ્યાંગ વ્યક્તિ જઈ રહ્યા છે અને તેઓ વળાંક લઈને રસ્તો બદલી રહ્યા છે. આ દરમિયાન બીજી તરફથી એક સફેદ રંગની કાર પણ આવે છે. કાર ચાલક બ્રેક લગાવવાના બદલે આગળ જ વધતો જાય છે અને છેવટે એક્ટિવાને અડફેટે લેતો જાય છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કારની ટક્કરથી એક્ટિવા ઉંધુ પડી જાય છે અને ઉપર બેઠેલા દિવ્યાંગ વ્યક્તિ પણ પડી જાય છે. કાર ચાલક માનવતા દાખવી અકસ્માતગ્રસ્ત વ્યક્તિના હાલચાલ પૂછવાના બદલે સ્થળ ઉપરથી ફરાર થઈ જાય છે. જોકે, સ્થાનિક લોકો દિવ્યાંગ વ્યક્તિની મદદે દોડતા દોડતા આવી પહોચે છે અને તેમને ઊભા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.